✕

એશિયન ગેમ્સમાં જુડો ખેલાડી કોકિલાએ સિલ્વર અને કપિલે બ્રૉન્ઝ મેડલ જીત્યો

20 October, 2026 05:32 PM IST  |  India | Gujarati Mid-day Correspondent

દૃષ્ટિની ક્ષતિ ધરાવતાં ભારતના જુડોકાઓએ સોમવારે એશિયન પૅરા ગેમ્સમાં બે મેડલ જીત્યા હતા, જેમાં હરિયાણાની કોકિલા કૌશિકલતેએ મહિલા J2-૫૨ કિલો કૅટેગરીમાં સિલ્વર અને મધ્ય પ્રદેશના ૨૬ વર્ષના કપિલ પરમારે પુરુષોની J1-૭૦ કૅટેગરીમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

કોકિલાને સિલ્વર, કપિલને બ્રૉન્ઝ મેડલ જીત્યો

દૃષ્ટિની ક્ષતિ ધરાવતાં ભારતના જુડોકાઓએ સોમવારે એશિયન પૅરા ગેમ્સમાં બે મેડલ જીત્યા હતા, જેમાં હરિયાણાની કોકિલા કૌશિકલતેએ મહિલા J2-૫૨ કિલો કૅટેગરીમાં સિલ્વર અને મધ્ય પ્રદેશના ૨૬ વર્ષના કપિલ પરમારે પુરુષોની J1-૭૦ કૅટેગરીમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. J2 જુડો ખેલાડીઓને દૃષ્ટિની ક્ષતિ હોય છે પરંતુ સામાન્ય રીતે J1 ઍથ્લીટ્સ કરતાં વધુ કાર્યાત્મક દૃષ્ટિ હોય છે.

કપિલે ૨૦૨૪ની પૅરાલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો અને ૨૦૧૯ કૉમનવેલ્થ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો. પૅરા એશિયન ગેમ્સ ૨૦૨૨માં તેણે ૬૦ કિલો કૅટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. કોકિલાએ અગાઉની આવૃત્તિમાં ૪૮ કિલો કૅટેગરીમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. તે ૨૦૨૪ની પૅરાલિમ્પિક્સનો ભાગ હતી.

asian champions trophy sports news sports haryana asian games