ફ્રેન્ચ અને ઑસ્ટ્રેલિયન ઓપન પર વિનસ વિલિયમ્સની નજર

17 June, 2020 11:35 AM IST  |  New York | Agencies

ફ્રેન્ચ અને ઑસ્ટ્રેલિયન ઓપન પર વિનસ વિલિયમ્સની નજર

વિનસ વિલિયમ્સ

ટેનિસમાં વર્લ્ડ નંબર-૬૭ વિનસ વિલિયમ્સની નજર ફ્રેન્ચ અને ઑસ્ટ્રેલિયન ઓપન પર છે. તે અત્યાર સુધી પાંચ વખત વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપ અને બે વાર યુએસ ઓપન જીતી ચૂકી છે. જોકે તે પૅરિસ અને મેલબર્નમાં પોતાની જીત શોધી રહી છે. આ વિશે વિનસે કહ્યું કે ‘તમને સપનાં જોવાનું જરૂર ગમતું હશે માટે એને જોયા કરો. મારે રોનાલ્ડ ગેરોસ જીતવું છે. હું તેનાથી દૂર પણ નથી. એ જ ગેમ માટે ઑસ્ટ્રેલિયન ઓપનમાં ગઈ હતી અને હું બદનસીબ રહી હતી કે હું એ ગેમ હારી ગઈ. હું જે ગેમ રમી ચૂકી છું એ મોટા ભાગે રિપીટ નથી કરતી. મને ખબર છે કે પછી કેવું લાગે છે. મને આજે પણ ગેમ જીતવાનું ગમે છે, પણ એક વાર પતી ગયું એટલે પતી ગયું.’

વિનસ છેલ્લે ૧૨ વર્ષ પહેલાં સિંગલ ગેમ જીતી હતી અને હવે આ વખતે રમાનારી ગેમ તે જીતવા માગે છે.

tennis news roland garros australian open sports news