યુએસ ઓપન માટે અધધધ ૧૦૩૩ કરોડ રૂપિયાની પ્રાઇઝ મની જાહેર

23 August, 2026 03:59 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ચૅમ્પિયનને મળશે બાવન પ્લસ કરોડ રૂપિયા અને રનરઅપને મળશે ઑલમોસ્ટ ૨૭ કરોડ રૂપિયા

યુએસ ઓપન માટે અધધધ ૧૦૩૩ કરોડ રૂપિયાની પ્રાઇઝ મની જાહેર

વર્ષના અંતિમ ગ્રૅન્ડ સ્લૅમ યુએસ ઓપન 2026 અગાઉ યુનાઈટેડ સ્ટેટ્સ ટેનિસ અસોસિએશન (USTA) દ્વારા ખેલાડીઓની લાંબા સમયની માગણી સ્વીકારીને ઇનામી રકમમાં ૨૦ ટકાનો ઐતિહાસિક વધારો જાહેર કરવામાં આવ્યો છે.
યુએસ ઓપનની ટોટલ પ્રાઇઝ મની ૯૦ મિલ્યનથી વધીને ૧૦૮ મિલ્યન ડૉલર એટલે કે આશરે ૧૦૩૩ કરોડ રૂપિયા કરવામાં આવી છે. આ કોઈ પણ ટેનિસ ટુર્નામેન્ટમાં આપવામાં આવતી અત્યાર સુધીની સૌથી મોટી પ્રાઇઝ મની છે. 
આજથી શરૂ થઈ રહેલી યુએસ ઓપન ચૅમ્પિયનશિપમાં મેન્સ-વિમેન્સ સિંગલ્સ ચૅમ્પિયનને ૫૨.૬૫ કરોડ રૂપિયા અને રનરઅપને ૨૬.૮૦ કરોડ રૂપિયા મળશે, જ્યારે પ્રથમ રાઉન્ડમાં જ બહાર થનાર ખેલાડીને પણ આશરે ૧.૩૪ કરોડનું ઇનામ મળશે.
સેમી-ફાઇનલિસ્ટને આશરે ૧૩.૮૮ કરોડ, ક્વૉર્ટર ફાઇનલિસ્ટને આશરે ૭.૪૬ કરોડ, મેન્સ/વિમેન્સ/મિક્સ્ડ ડબલ્સ ચૅમ્પિયન ટીમને ૯.૫૭ કરોડ, ડબલ્સ રનરઅપને ૪.૭૮ કરોડ અને વ્હીલચૅર સિંગલ્સ ચૅમ્પિયનને ૯૯ લાખ રૂપિયા મળશે.

us open tennis news united states of america sports news sports