સ્પોર્ટ્સ મિનિસ્ટરને એનાયત થઈ સ્પેશ્યલ ઑલિમ્પિક ટૉર્ચ

28 July, 2019 10:09 AM IST  |  નવી દિલ્હી

સ્પોર્ટ્સ મિનિસ્ટરને એનાયત થઈ સ્પેશ્યલ ઑલિમ્પિક ટૉર્ચ

સ્પોર્ટ્સ મિનિસ્ટરને એનાયત થઈ સ્પેશ્યલ ઑલિમ્પિક ટૉર્ચ

યુનિયન સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજુને ગઈ કાલે સ્પેશ્યલ ઑલિમ્પિક ટૉર્ચ એનાયત કરવામાં આવી હતી. ઑલિમ્પિકની શરૂઆતથી અત્યાર સુધીમાં ત્રીજી વાર સ્પેશ્યલ ઑલિમ્પિક ટૉર્ચ ‘ફ્લેમ ઑફ હોપ’ ભારતમાં આવી છે. આ ટૉર્ચે સિંગાપુરથી દિલ્હીનું ટ્રાવેલિંગ પૂરું કર્યું હતું. ભારત ૩-૬ ઑગસ્ટ દરમ્યાન ચેન્નઈમાં સ્પેશ્યલ ઑલિમ્પિક ઇન્ટરનૅશનલ ફુટબૉલ ચૅમ્પિયનશિપનું આયોજન કરશે. સ્પેશ્યલ ઍથ્લેટોની હાજરીમાં સ્પોર્ટ્સ મિનિસ્ટરે કહ્યું, ‘સ્પોર્ટ્સ દરેકના જીવનનો હિસ્સો હોવો જોઈએ અને મને આનંદ છે કે સ્પેશ્યલ ઑલિમ્પિકને કારણે આપણા સ્પેશ્યલ ઍથ્લેટ્સને પોતાનું સ્પોર્ટિંગ ડ્રીમ માણવાનો ચાન્સ મળે છે. મને ગર્વ છે કે હું આ ઇવેન્ટનો ભાગીદાર બન્યો અને પ્રોમિસ કરું છું કે સ્પેશ્યલ ઍથ્લેટોને સપોર્ટ કરીશ. આ ફ્લેમ હંમેશાં બળતી રહેવી જોઈએ અને સ્પેશ્યલ ઍથ્લેટોને આ પ્લૅટફૉર્મ હંમેશાં મળતું રહેવું જોઈએ.’

kiren rijiju sports news