ટોક્યોમાં ભારતીય બૉક્સરો પાસેથી 2 ગોલ્ડની આશા રાખી શકાય : અમિત પંઘલ

19 December, 2019 01:30 PM IST  |  Mumbai

ટોક્યોમાં ભારતીય બૉક્સરો પાસેથી 2 ગોલ્ડની આશા રાખી શકાય : અમિત પંઘલ

અમિત પંઘલ

(આઇ.એ.એન.એસ.) બૉક્સરોની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારત માટે ઐતિહાસિક સિલ્વર મેડલ જીતનારા અમિત પંઘલે આવતા વર્ષે થનારી ટોક્યો ઑલિમ્પિક ગેમ્સના સંદર્ભમાં કહ્યું છે કે ભારતીય બૉક્સરો પાસેથી ઓછામાં ઓછા બે ગોલ્ડ મેડલની આશા રાખી શકાય છે.

ઉક્ત બાબતે વાત કરતાં પંઘલે કહ્યું કે હાલના સમયમાં બૉક્સિંગમાં આપણા પ્લેયરોનો પર્ફોર્મન્સ સુધર્યો છે. અમે વધારે પણ મેડલ જીતી શકીએ છીએ, પણ ઓછામાં ઓછા બે મેડલ તો આપણે જીતી જ શકીએ છીએ. પછી એ કોમનવેલ્થ ગેમ્સ હોય, એશિયન ચૅમ્પિયનશિપ હોય કે પછી વર્લ્ડ ચૅમ્પિયનશિપ હોય. વ્યક્તિગત રીતે વાત કરું તો ટોક્યો ઑલિમ્પિક માટે હું પૂરી રીતે તૈયાર છું. ફેબ્રુઆરીમાં ઑલિમ્પિક ક્વૉલિફાયર છે અને મારું લક્ષ્ય આ ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં સારો પર્ફોર્મન્સ આપી આગળ વધવાનું છે.

sports news tokyo