ટૉપ સીડેડ સિમોના હાલેપ આઉટ, જૉકોવિચ-નડાલ ક્વૉર્ટર ફાઇનલમાં

05 October, 2020 02:31 PM IST  |  Paris | IANS

ટૉપ સીડેડ સિમોના હાલેપ આઉટ, જૉકોવિચ-નડાલ ક્વૉર્ટર ફાઇનલમાં

પૅરિસમાં ચાલી રહેલી ફ્રેન્ચ ઓપનમાં મહિલા સિંગલ્સમાં મોટો અપસેટ સર્જાયો હતો. ટૉપ સીડેડ અને ટૉપ ફેવરિટ સિમોના હાલેપ ચોથા રાઉન્ડમાં ટીનેજર ઇગા સ્વિએટેક સામે સીધા સેટમાં ૬-૧, ૬-૨થી હારીને બહાર થઈ ગઈ હતી. ઇગા ૧૯ વર્ષની છે અને વર્લ્ડ રૅન્કિંગ્સમાં ૫૪મા ક્રમાંકે છે. બીજી તરફ ડૅનિયલ કોલિન્સે ૨૦૧૬ની ફ્રેન્ચ ઓપન ચૅમ્પિયન ગાર્બાઇન મુગુરુઝાને ૭-૫, ૨-૬, ૬-૪થી માત આપી હતી. આ મૅચ બે કલાક ૨૮ મિનિટ ચાલી હતી.
મેન્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર વન નોવાક જોકોવિચે ૭૧મા રોલાન્ડ ગેરોસ વિક્ટરીમાં પોતાની આગેકૂચ જારી રાખી છે. ત્રીજા રાઉન્ડમાં જૉકોવિચે કોલમ્બિયાના ડૅનિયલ ઇલાહી ગાલાનને ૬-૦, ૬-૩, ૬-૨થી પરાજય આપ્યો હતો. ગાલાનને હરાવીને જૉકોવિચે સતત ૧૧મા વર્ષે ફ્રેન્ચ ઓપનના ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. આવી કમાલ સાથે તેણે બે દિગ્ગજો રૉજર ફેડરર અને રાફેલ નડાલના રેકૉર્ડની પણ બરાબરી કરી લીધી છે. ૧૨ વર્ષનો ફ્રેન્ચ ઓપન વિજેતા રાફેલ નડાલ પણ ગઈ કાલે ચોથા રાઉન્ડમાં અમેરિકન ક્વૉલિફાયર સૅબાસ્ટિયન કોર્ડાને સીધા સેટમાં ૬-૧, ૬-૧, ૬-૨થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. રફાલ રેકૉર્ડ ૧૪મી વાર ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને આ ટુર્નામેન્ટમાં તેમની આ ૯૭મી જીત હતી

tennis news