International Olympic day:શા માટે થાય છે આ દિવસની ઉજવણી? જાણો

23 June, 2021 12:10 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ઓલિમ્પિકના તમામ ખેલાડીઓ માટે 23 જુનના રોજ ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ઓલિમ્પિક લોગો

વિશ્વમાં રમાતી તમામ રમતોમાં યુવાનો અને વૃદ્ધ સહિતના ખેલાડીઓ વિશ્વસ્તરે ભાગ લે છે.  આ તમામ ખેલાડીઓ માટે 23 જુનના રોજ ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1948 થી દર વર્ષે  23 જૂનના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ (World Olympic day) ની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ ઓલિમ્પિક દિવસ એ તમામ લોકો માટેનો મોટો ઉત્સવ છે જે રમત ગમત સાથે સંકળાયેલા છે. જેમાં અનેક લોકો ભાગ લે છે. 

આ દિવસે વિશ્વના અનેક જગ્યાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં  આવે છે. જેમાં દરેક વર્ગના લોકો અથવા ખેલાડી સામેલ હોય છે. 23 જૂન 1894માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસ રમત આરોગ્ય અને સ્વ-સુધારણા માટેનો દિવસ છે. તેમાં વિશ્વભરમાંથી કોઈપણ વ્યકિત ભાગ લઈ શકે છે. 1948થીવિશ્વ ઓલમ્પિક ડે ની દર વર્ષે 23 જૂને ઉજવણી કરવામાં આવે છે.  દર ચાર વર્ષે નિયમિતપણે ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે. 

સૌપ્રથમ સ્ટોકહોમમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના એક સભ્યએ વર્લ્ડ ઓલિમ્પિક ડે નો વિચાર રજૂ કર્યો હતો. જે દિવસે ઓલિમ્પિક્સના સંદેશા અને મૂળ હેતુને ઉજવવા માટે એક દિવસ નક્કી કરવાનું કહ્યું હતું. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના 23 જૂન, 1894 ના રોજ પેરિસના સોરબોન ખાતે કરવામાં આવી હતી. પહેલી ઓલમ્પિક ગેમ્સમાં ગ્રીસ, જર્મની, 
ફ્રાન્સ અને ગ્રેટ બ્રિટન સહીત કુલ 14 દેશોએ ભાગ લીધો હતો.

આ વર્ષે કોરોનાને કારણે ઓલિમ્પિક ડેની ઉજવણી વર્ચુઅલી રીતે કરવામાં આવી શકે છે.  ડિઝિટલ માધ્યમ દ્વારા ઓલિમ્પિક ડે પર કાર્યક્રય યોજી તમામ ખેલાડીઓ આ ડે ની ઉજવણી કરી શકે છે. 

ઓલિમ્પિક ડે હવે કોઈ નાના રેસ કે ઈવેન્ટ કરતાં ઘણો મોટો કાર્યક્રમ બની ગયો છે. આ દિવસે દૂનિયાના રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિઓ ત્રણ આધારસ્તંભોને આધારે વય, લિંગ, સામાજિક પૃષ્ઠભૂમિ અથવા રમતગમતની ક્ષમતાને ધ્યાનમાં લીધા વિના વિવિધ પહેલ કરે છે. 

આ વખતે ઓલિમ્પિક ડે પર ભારત  બેડમિન્ટન મહિલા પીવી સિંધુ આ ઈવેન્ટનો બાગ બનશે. ઓલિમ્પિક 2016માં બેડમિંટન સિંગલ્સમાં સિલ્વર મેડલ જીતનાર સ્ટાર ખેલાડી પીવી સિંધુ આ વખતે આ ઇવેન્ટનો ભાગ બની તેમના પ્રદર્શનને ઓનલાઇન શેર કરશે.

 

 

sports news international olympic committee