બૅડ્મિન્ટન ઍકૅડેમી શરૂ કરવા સિંધુને મળી આંધ્ર પ્રદેશ સરકારની મંજૂરી

14 September, 2019 05:11 PM IST  |  મુંબઈ

બૅડ્મિન્ટન ઍકૅડેમી શરૂ કરવા સિંધુને મળી આંધ્ર પ્રદેશ સરકારની મંજૂરી

પી.વી. સિંંધુ

હાલમાં વર્લ્ડ ચૅમ્પિયન બનનાર અને રિયો ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર પી. વી. સિંધુને વિશાખાપટ્ટનમમાં બૅડ્મિન્ટન ઍકૅડેમી શરૂ કરવા માટે આંધ્ર પ્રદેશ સરકાર પાસેથી મંજૂરી મળી ગઈ છે. તાજેતરમાં સિંધુએ મુખ્ય પ્રધાન વાય. એસ. જગનમોહન રેડ્ડી સાથે મુલાકાત કરી હતી જેમાં તેણે બૅડ્મિન્ટન ઍકૅડેમી શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સિંધુની આ ઇચ્છાને માન આપી મુખ્ય પ્રધાને તેને આ અંગે આશ્વાસન આપવાની સાથે પાંચ એકર જમીનની ફાળવણી કરી હતી. જોકે આ માટે રેડ્ડીએ પોતાના અધિકારીઓને ઉક્ત દિશામાં પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ પણ આપ્યો હતો. મુખ્ય પ્રધાન પાસેથી મળેલા ટેકાની સામે સિંધુએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

pv sindhu andhra pradesh sports news badminton news