ખાલી સ્ટેડિયમમાં રમાશે યુએસ ઓપન

18 June, 2020 11:40 AM IST  |  Washington | Agencies

ખાલી સ્ટેડિયમમાં રમાશે યુએસ ઓપન

નોવાક જૉકોવિચ

ન્યુ યૉર્કના ગવર્નર એન્ડ્રુ કૂઓમોએ જણાવ્યું હતું કે ૩૧ ઑગસ્ટથી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન યુએસ ઓપન ખાલી સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવશે. એક ટ્વીટ દ્વારા એન્ડ્રુ કૂઓમોએ કહ્યું કે ‘યુએસ ઓપન ૩૧ ઑગસ્ટથી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન ક્વિન્સ અને ન્યુ યૉર્કમાં ચાહકો વગર રમાડવામાં આવશે. પ્લેયર અને સ્ટાફને પ્રોટેક્ટ કરવા માટે યુએસટીએ વારંવાર અને યોગ્ય ચકાસણી, સાફ-સફાઈ, હાઉસિંગ અને ટ્રાન્સપોર્ટેશન તેમ જ વધારાના લૉકર રૂમ સ્પેસ ઉપલબ્ધ કરાવવા વધારાનાં જરૂરી પગલાં લેશે.’

ગવર્નરે કરેલી આ જાહેરાત બાદ યુએસ ટેનિસ અસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માઇક ડાઉઝનું કહેવું છે કે ‘ગવર્નર કૂઓમો અને ન્યુ યૉર્ક સ્ટેટે ૨૦૨૦ યુએસ ઓપન અને ૨૦૨૦ વેસ્ટર્ન ઍન્ડ સાઉધર્ન ઓપનના આયોજનની પરવાનગી આપ્યા બાદ અમે સૌકોઈ એક્સાઇટેડ છીએ. આ વૈશ્વિક મહાબીમારીના કપરા સમયમાં સૌથી પહેલી ગ્લોબલ સ્પોર્ટિંગ ઇવેન્ટ યોજવાની અમને ખુશી છે. અમે શક્ય એટલી સુરક્ષા રાખવાનો પ્રયત્ન કરીશું.’

જોકે થોડા વખત પહેલાં નોવાક જૉકોવિચ અને રાફેલ નડાલે ગ્રૅન્ડ સ્લૅમ યોજાશે કે નહીં એ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. નિયમોને ઘણા મર્યાદિત રાખવાની વાત જૉકોવિચે કરી હતી જ્યારે નડાલે કોરોનાની દવા ન શોધાય ત્યાં સુધી રમવું સુરક્ષિત નથી એવો વિચાર પ્રગટ કર્યો હતો.

novak djokovic tennis news us open