ટીવી-ઍન્કરે જૉકોવિચને જુઠ્ઠો અને કપટી કહ્યો

13 January, 2022 04:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાના સેવન નેટવર્ક પરના સાંજે ૬ વાગ્યાના એક ટીવી-શોનાં બે ઍન્કર માઇક ઍમોર અને રેબેકા મૅડર્ન ગઈ કાલે શો શરૂ થતાં પહેલાંની ઑફ ધ રેકૉર્ડ વાતચીતમાં નોવાક જૉકોવિચને ‘જુઠ્ઠો અને કપટી’ કહી રહેલાં સંભળાયાં હતાં.

ટીવી-ઍન્કરે જૉકોવિચને જુઠ્ઠો અને કપટી કહ્યો

ઑસ્ટ્રેલિયાના સેવન નેટવર્ક પરના સાંજે ૬ વાગ્યાના એક ટીવી-શોનાં બે ઍન્કર માઇક ઍમોર અને રેબેકા મૅડર્ન ગઈ કાલે શો શરૂ થતાં પહેલાંની ઑફ ધ રેકૉર્ડ વાતચીતમાં નોવાક જૉકોવિચને ‘જુઠ્ઠો અને કપટી’ કહી રહેલાં સંભળાયાં હતાં. તેમની આ વાતચીતનો વિડિયો લીક થયો છે તેમ જ વાઇરલ પણ થયો છે. સ્વાભાવિક છે કે જૉકોવિચે ઑસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન વિભાગ સમક્ષ પ્રવેશ મેળવવા બાબતે તેમ જ ટ્રાવેલ હિસ્ટરી વિશે ખોટી રજૂઆત કરી એ બદલ બન્ને ઍન્કર તેના પર ખૂબ ગુસ્સે હતાં. રેબેકા સાથી-ઍન્કર માઇકને કહી રહી હતી, ‘તમે ગમે એ દૃષ્ટિકોણથી જુઓ, નોવાક જૉકોવિચ જુઠ્ઠો અને કપટી તો કહેવાય જ.’ માઇક બોલ્યા, ‘પહેલાં તેણે ખોટાં બહાનાં બતાવ્યાં અને પછી પોતાનાં જુઠ્ઠાણાંઓમાં સપડાયો.’ રેબેકાએ જવાબમાં કહ્યું, ‘તે હવે કહેશે કે હું સ્પેન ગયો જ નહોતો.’
દરમ્યાન આ વિડિયો લીક કોણે કર્યો એની તપાસ ચાલે છે. જોકે રેબેકાએ શો પહેલાં આ રીતે વાતચીત કરવા બદલ ચૅનલના માલિકોની માફી માગી છે.

sports news