ઑસ્ટ્રેલિયન ઓપનમાં નહીં રમે એન્ડી મરે

30 December, 2019 03:43 PM IST  |  Mumbai

ઑસ્ટ્રેલિયન ઓપનમાં નહીં રમે એન્ડી મરે

એન્ડી મરે

(આઇ.એ.એન.એસ.) આવતા મહિનાથી શરૂ થઈ રહેલી ઑસ્ટ્રેલિયન ઓપનમાં એન્ડી મરે રમતો જોવા નહીં મળે. મરેને પેલ્વિક ઇન્જરી થઈ હોવાથી તે આ ટુર્નામેન્ટમાં ભાગ નથી લઈ રહ્યો. ફેબ્રુઆરી સુધી તે આઉટ-ઑફ-ઍક્શન છે. આ વિશે વાત કરતાં મરેએ કહ્યું હતું કે દુઃખની વાત છે કે મારે આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગેમમાં હું પોતાનો શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપું એ માટે મેં ખૂબ મહેનત કરી હતી, પરંતુ હવે હું એમાં ભાગ પણ નથી લઈ શકતો. આ વર્ષની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયન ઓપન બાદ હું શ્યૉર નહોતો કે ફરી રમી શકીશ કે નહીં. ઑસ્ટ્રેલિયામાં ફરી આવું ઉત્તમ પ્રદર્શન કરવા માટે હું ઉત્સાહી હતો, પરંતુ ન રમી રહ્યો હોવાથી વધુ દુઃખ થઈ રહ્યું છે.

tennis news sports news