ટેનિસ પ્લેયર નોવાક જૉકોવિચ કોરોના પૉઝિટિવ

24 June, 2020 02:32 PM IST  |  London | Agencies

ટેનિસ પ્લેયર નોવાક જૉકોવિચ કોરોના પૉઝિટિવ

નોવાક જૉકોવિચ

ટેનિસજગતનો નંબર-વન પ્લેયર નોવાક જૉકોવિચ કોરોના-પૉઝિટિવ આવ્યો છે. તેના ફાઉન્ડેશન દ્વારા ઍડ્રિયા ટૂર રાખવામાં આવી હતી. આ ટૂર દરમ્યાન ગ્રિગોર દીમિત્રોવ અને બોરના કોરિક બાદ વિક્ટર ત્રોઇકી પણ કોરોના-પૉઝિટિવ આવ્યો છે. આ લિસ્ટમાં હવે નોવાક જૉકોવિચનું નામ પણ ઉમેરાઈ ગયું છે. અમેરિકાના ન્યુ યૉર્કમાં હવે યુએસ ઓપન શરૂ થવાની છે. જોકે આ ચાર પ્લેયર કોરોના-પૉઝિટિવ આવતાં એ ટુર્નામેન્ટ શરૂ કરવી કે નહીં એના પર ફરી સવાલ ઊભા થઈ ગયા છે.

જૉકોવિચે ઍડ્રિયા ટૂર વખતે કોવિડ-19 પ્રત્યે પોતાની જવાબદારી સમજવી જોઈએ : ઇવાન્સ

ઍડ્રિયા ટૂરમાં ગ્રિગોર દીમિત્રોવ અને બોરના કોરિક કોરોના-પૉઝિટિવ આવતાં બ્રિટનના ડેન ઇવાન્સે કહ્યું કે નોવાક જૉકોવિચે ઍડ્રિયા ટૂર વખતે કોવિડ-19 પ્રત્યે પોતાની જવાબદારી સમજવી જોઈએ. ઇવાન્સે કહ્યું કે ‘મારા ખ્યાલથી એ એક નબળું ઉદાહરણ પ્રસ્તુત કરી શકે છે. મને નથી લાગતું કે આવી પરિસ્થિતિમાં પ્લેયરોએ પાર્ટી કરવી જોઈએ અને એકબીજા સાથે ડાન્સ કરવો જોઈએ. જૉકોવિચે આ ટૂર પ્રત્યે પોતાની જવાબદારી સમજવી જોઈએ અને રોગચાળાથી બચવું જોઈએ. આપણે આપણા દેશના નિયમોનું પાલન કરવું જોઈએ અને એને હલકામાં ન લેવું જોઈએ, કેમ કે આ કંઈ જોક નથી. આ દેશમાં ભલે નિયમ હળવા કરવામાં આવ્યા હોય છતાં હું મારી જાતને બીજા લોકોથી શક્ય એટલી દૂર રાખવાનો અને સુરક્ષિત રહેવાનો પ્રયાસ કરું છું. અમારા કેટલાક સાથીપ્લેયરો સંક્રમિત થયા છે એ વાતનું મને દુઃખ છે અને આશા કરું કે યુએસ ઓપન વખતે આવી કોઈ તારાજી ન સર્જાય.’

આ ટૂરની પહેલી મૅચ ઑસ્ટ્રેલિયન પ્લેયર ડોમિનિક થીમ જીત્યો હતો જેને જોવા માટે ૪૦૦૦ દર્શકો હાજર હતા.

tennis news novak djokovic coronavirus covid19 sports news