બેઝબૉલના મેદાન પર પહોંચ્યો ક્રિકેટર સૂર્યા

14 July, 2026 12:35 PM IST  |  Philadelphia | Gujarati Mid-day Correspondent

મેદાન પર સૂર્યાએ બેઝબૉલ સ્ટાર્સ સામે ક્રિકેટના કરતબ દેખાડીને બેઝબૉલની રમત પર પણ હાથ અજમાવ્યો હતો

MLB ઇન્ડિયા ઍમ્બૅસૅડર તરીકે સૂર્યા પહેલી વાર બેઝબૉલના મેદાન પર હાજર રહ્યો હતો

અમેરિકામાં શરૂ થયેલી મેજર લીગ બેઝબૉલ (MLB)ની સીઝનની શરૂઆતમાં ભારતના વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન સૂર્યકુમાર યાદવે હાજરી આપી હતી. MLB ઇન્ડિયા ઍમ્બૅસૅડર તરીકે સૂર્યા પહેલી વાર બેઝબૉલના મેદાન પર હાજર રહ્યો હતો.

પેન્સિલવેનિયાના શહેરના ફિલાડેલ્ફિયાના આ મેદાન પર સૂર્યાએ બેઝબૉલ સ્ટાર્સ સામે ક્રિકેટના કરતબ દેખાડીને બેઝબૉલની રમત પર પણ હાથ અજમાવ્યો હતો. T20 ટીમમાંથી કૅપ્ટન્સી અને સ્થાન ગુમાવ્યા બાદ સૂર્યા ફૅમિલી સાથે વધારે સમય પસાર કરી રહ્યો છે. 

suryakumar yadav united states of america sports sports news