સુમીત નાગલની યુએસ ઓપનના બીજા રાઉન્ડમાં એન્ટ્રી

03 September, 2020 04:26 PM IST  |  New Delhi | IANS

સુમીત નાગલની યુએસ ઓપનના બીજા રાઉન્ડમાં એન્ટ્રી

સુમીત નાગલ

 ઇન્ડિયન ટેનિસ પ્લેયર સુમીત નાગલની યુએસ ઓપનના સેકન્ડ રાઉન્ડમાં એન્ટ્રી થઈ છે. ૨૦૧૩ બાદ તે પહેલો ઇન્ડિયન બન્યો છે જેની એન્ટ્રી આ ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં થઈ હોય. અમેરિકાના બ્રેડલી ક્લાનને મંગળવારે ૬-૧, ૬-૩, ૩-૬ અને ૬-૧થી હરાવી તે બીજા રાઉન્ડમાં પહોંચ્યો હતો. છેલ્લાં સાત વર્ષમાં ગ્રેન્ડ સ્લૅમની સિંગલ મેઇન ડ્રૉમાં જીતનારો તે પહેલો પ્લેયર બન્યો છે. ત્રીજા સેટમાં નાગલ સારી એવી ટક્કર આપી રહ્યો હતો, પરંતુ બ્રેડલી અંતે બાજી મારી ગયો હતો. ચોથો રાઉન્ડ જીતીને સુમીતે મૅચ તેના નામ કરી લીધી હતી. આ મૅચ બે કલાક અને ૧૨ મિનિટ સુધી ચાલી હતી.

tennis news