૨૮મા સુલ્તાન અઝલન શાહ કપ હૉકીઃ ભારતે જાપાનને હરાવ્યું

24 July, 2019 03:28 PM IST  | 

૨૮મા સુલ્તાન અઝલન શાહ કપ હૉકીઃ ભારતે જાપાનને હરાવ્યું

ભારતે જાપાનને હરાવ્યું

મલેશિયાના ઇપોહ શહેરમાં ભારતે સુલ્તાન અઝલન શાહ કપ હૉકી ટુર્નામેન્ટમાં એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ જપાનને ૨-૦થી હરાવીને સારી શરૂઆત કરી હતી. વરુન કુમારે ૨૪મી મિનિટે પૅનલ્ટી કૉર્નરમાં ગૉલ કરીને ભારતને લીડ અપાવી હતી. ૫૫મી મિનિટે સિમરનજીત સિંહે કૅપ્ટન મનપ્રીત સિંહના શાનદાર પાસને સુંદર ડાઇવ મારીને ભારતને મૅચમાં ૩ પૉઇન્ટ્સ અપાવ્યા હતા.

ભારત બીજી મૅચ આજે કોરિયા સામે, ત્રીજી મૅચ મંગળવારે યજમાન મલેશિયા સામે, ચોથી મૅચ બુધવારે કૅનેડા સામે અને પાંચમી મૅચ શુક્રવારે પોલૅન્ડ સામે રમશે. રાઉન્ડ રૉબિન લીગ સ્ટેજના આધારે ટૉપ પર રહેનારી બે ટીમ વચ્ચે ફાઇનલ રમાશે.

આ પણ વાંચોઃ ભારતની હૉકી ટીમમાં યંગ ખેલાડીઓ સામેલ

ગૉલ વગરના પહેલા ક્વૉર્ટ્ર પછી બીજા ક્વૉર્ટ્રમાં ભારતે રમત પર કાબૂ મેળવી લીધો હતો. આઠમી મિનિટે વરુને જપાની ખેલાડીની પાછળથી પાવરફુલ ડ્રેગફ્લિક વડે સુંદર ગૉલ કર્યો હતો. ભારતના મિડ-ફિલ્ડરો કૅપ્ટન મનપ્રીત સિંહ અને કોઠાજીટ સિંહે ગૉલ કરવાના સારા ચાન્સિસ ઊભા કર્યા હતા. જોકે ફૉર્વર્ડલાઇન આ તકનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યા હતા. જપાનના બન્ને પૅનલ્ટી કૉર્નરમાં
ગૉલના પ્રયાસને ભારતના ગૉલકીપર શ્રીજેશ અને સુરેન્દર કુમારે સફળતાપૂર્વક રોક્યા હતા.

hockey sultan azlan shah cup team india