રિટાયર થયા બાદ ફિલ્મોમાં કામ કરવું છે રોનાલ્ડોને

30 December, 2019 03:32 PM IST  |  Mumbai

રિટાયર થયા બાદ ફિલ્મોમાં કામ કરવું છે રોનાલ્ડોને

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

(આઇ.એ.એન.એસ.) ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું કહેવું છે કે હું ફુટબૉલમાંથી રિટાયર થયા બાદ ફિલ્મોમાં કામ કરવા માગું છું. ક્રિસ્ટિયાનો રિયલ મૅડ્રિડ સાથે મળીને ત્રણ ચૅમ્પિયન્સ લીગ ટાઇટલ જીત્યો છે. ત્યાર બાદ તે જુવેન્ટ્સમાંથી રમી રહ્યો છે. તે પાંચ વાર ફુટબૉલનો હાઇએસ્ટ ઓનર એટલે કે બૅલન ડીઓર અવૉર્ડ્સ જીત્યો છે. ફુટબૉલના વર્લ્ડ કપ બાદ તે રિટાયર થશે એવી ચર્ચા ચાલી હતી, પરંતુ હજી આવનારાં વર્ષોમાં પોતાને રમતો જોઈ રહ્યો છે. રિટાયર થયા બાદ શું પ્લાન છે એ વિશે પૂછતાં રોનાલ્ડોએ કહ્યું હતું કે હું મારી જાતને ચૅલેન્જ આપવા માગું છું. ઉદાહરણ તરીકે મારે ફિલ્મમાં કામ કરીને ઍક્ટિંગમાં હાથ અજમાવવો છે. ફુટબૉલમાંથી રિટાયર થયા બાદ મારે મારી સ્ટડી પૂરી કરવી છે.

sports news cristiano ronaldo football