શરૂઆતમાં તકલીફ હતી, પણ અમે પરિસ્થિતિથી ઍડ્જસ્ટ થઈ ગયા : રાની

24 August, 2020 11:59 AM IST  |  New Delhi | IANS

શરૂઆતમાં તકલીફ હતી, પણ અમે પરિસ્થિતિથી ઍડ્જસ્ટ થઈ ગયા : રાની

રાની રામપાલ

 ઇન્ડિયન વિમેન્સ હૉકી ટીમની કપ્તાન રાની રામપાલનું કહેવું છે કે આજના સમયમાં જ્યારે ટોક્યો ઑલિમ્પિક મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે પ્લેયરોને થોડી અગવડ પડી હતી, પણ પછીથી તેઓ પરિસ્થિતિને ઍડ્જસ્ટ થઈ ગયા હતા. હાલના સમયમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના કૅમ્પસમાં પુરુષ અને મહિલા હૉકી ટીમ પ્રૅક્ટિસ કરી રહી છે. રાની રામપાલનું કહેવું છે કે ‘અમે હલકી ઍક્ટિવિટીઓ દ્વારા શરૂઆત કરી છે. અમને હૉકી રમ્યાને ઘણો સમય થયો છે માટે અમારા કોચે અમને લયમાં લાવવા માટે ધીમે-ધીમે શરૂ કરી શકાય એવા પ્રોગ્રામ બનાવ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાથી અમે ફિટનેસ એક્સરસાઇઝ કરી રહ્યા છીએ અને અમારી બૉડીને તૈયાર કરી રહ્યા છીએ. શરૂઆતના સમયમાં જ્યારે લૉકડાઉન શરૂ કરવામાં આવ્યું ત્યારે અમને અગવડ પડી હતી. અમે અમારા પરિવારથી દૂર ચાર મહિના સુધી અહીં સુરક્ષિત વાતાવરણમાં રહ્યા હતા. ખરું કહું તો ઑલિમ્પિક મોકૂફ થયાના સમાચાર અમારા માટે દુઃખદ હતા. અમે છેલ્લાં ચાર વર્ષથી આ ઑલિમ્પિક માટે સખત મહેનત કરી રહ્યા હતા અને અચાનક જ એને મોકૂફ કરવામાં આવ્યો. આ સમાચારથી અમારે માનસિક અને શારીરિક રીતે વધુ સમય તૈયારીમાં વિતાવવાનો હતો. પૉઝિટિવ વાત એ છે કે અમને તૈયારી કરવા માટે વધુ એક વર્ષ મળી ગયું. હા, શરૂઆતમાં અમને ઘણી તકલીફ હતી, પણ પછી અમે પરિસ્થિતિથી ઍડ્જસ્ટ થઈ ગયા. આજે ટીમના દરેક પ્લેયર ઑલિમ્પિક માટે તૈયાર છે. નવા યુવાઓને પ્રેરિત કરવાની જવાબદારી સિનિયર પ્લેયરોની છે અને અમારી ટીમમાં એ જવાબદારી બખૂબી નિભાવવામાં આવી રહી છે.’

sports news indian womens hockey team