16 September, 2023 03:41 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
રશિયાની આનસ્તેસિયા પોતાપોવા (ડાબે) અને અમેરિકાની સોફિયા કેનિન
વિશ્વમાં ૯૩મો રૅન્ક ધરાવતી અને ૨૦૨૦માં ઑસ્ટ્રેલિયન ઓપન જીતનાર અમેરિકાની સોફિયા કેનિને ગુરુવારે સૅન ડિએગોની ટુર્નામેન્ટમાં પોતાનાથી ઘણા ચડિયાતા ક્રમની રશિયાની આનસ્તેસિયા પોતાપોવાને આસાનીથી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ૯૩મા ક્રમની કેનિને ક્વૉર્ટર ફાઇનલમાં ૨૭મા નંબરની પોતાપોવાને ૬-૨, ૬-૩થી હરાવી હતી. બન્ને પ્લેયર પહેલી જ વાર સામસામે આવી હતી, જેમાં કેનિન મેદાન મારી ગઈ હતી. કેનિન સેમી ફાઇનલમાં તેના જ દેશ અમેરિકાની એમ્મા નૅવારો સામે રમશે. નૅવારોએ ક્વૉર્ટરમાં મારિયા સાકારીને ૬-૪, ૦-૬, ૭-૪થી હરાવી હતી. બુધવારે પોતાપોવાએ ટૉપ-સીડેડ ટ્યુનિશિયાની ઑન્સ જૅબ્યરને ૬-૪, ૭-૪થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.