મને હાર પસંદ નથીઃ સોફિયા કેનિન

09 September, 2020 04:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મને હાર પસંદ નથીઃ સોફિયા કેનિન

ફાઈલ ફોટો

US Openમાંથી સોફિયા કેનિન બહાર થઈ છે. ટુર્નામેન્ટમાંથી બહાર થયા બાદ તે ખૂબ જ હતાશ હતી. કેનિન 2020 ઑસ્ટ્રેલિયા ઓપનની વિનર છે. ફાઇનલ મૅચમાં તેણે સ્પેનની ગાર્બાઇન મુગુરુઝાને ૪-૬, ૬-૨, ૬-૨થી પરાજય આપ્યો હતો. જોકે યુએસ ઑપનમાં નસીબે તેનો સાથ આપ્યો નથી.

બેલ્જિયમની એલીસ મર્ટન્સ સામે તે ફક્ત એક કલાક 14 મિનીટમાં 6-3, 6-3થી હારી હતી. કેનિને કહ્યું કે, હું પહેલા જ ખુબ રડી છું. મેચથી હું ખુશ નથી. આજની રાત મારા માટે સારી નહીં હોય, મને હાર પસંદ નથી. આ હારને ભૂલીને હું હવે ક્લે કોર્ટ સીઝનની તૈયારી કરીશ. હુ રોમના સ્ટ્રસબર્ગમાં જઈશ. નક્કી નથી પરંતુ પેરિસ તો જઈશ. મને રોલેન્ડ ગેરોસ પસંદ છે. ત્યા જવા માટે હું એક્સાઈટેડ છું.

મર્ટન્સ હવે બેલારુસની વિક્ટોરિયા અઝરનીકા સામે ક્વૉટર ફાઈનલ રમશે. કેનિન તેની પહેલી સર્વ પોઈન્ટ્સમાં ફક્ત 56 ટકા જીતી છે, જ્યારે માર્ટન્સ 75 ટકા કેસમાં જીતી છે. માર્ટન્સનો વિશઅવમાં 18મો રેન્ક છે.

tennis news sports news