ભારતના ત્રણ રેસલર કોરોના-પૉઝિટિવ

05 September, 2020 04:25 PM IST  |  New Delhi | Agency

ભારતના ત્રણ રેસલર કોરોના-પૉઝિટિવ

દીપક પુનિયા

ભારતના ત્રણ રેસલર દીપક પુનિયા (૮૬ કિલો), નવીન (૬૫ કિલો) અને ક્રિશન (૧૨૫ કિલો) કોરોના-પૉઝિટિવ આવ્યા છે. આ ત્રણેય પ્લેયર ૧૪ દિવસ માટે નૅશનલ કૅમ્પમાં ક્વૉરન્ટીન થશે. જો તેઓ સમયસર રિકવર થયા તો ૧૫ સપ્ટેમ્બરથી પ્રૅક્ટિસ શરૂ કરી શકશે. રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે આ સમાચારથી કૅમ્પ પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. ગુરુવારે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ પણ જણાવ્યું હતું કે ત્રણ રેસલર કોરોના-પૉઝિટિવ છે. પ્રાપ્ત જાણકારી મુજબ અત્યાર સુધી ૮ પુરુષ રેસલર ૧૪ દિવસ માટે ક્વૉરન્ટીન થયા છે. રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના અસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદ તોમરે કહ્યું કે ‘નક્કી કર્યા પ્રમાણે કૅમ્પ યોજાશે. બે દિવસ પછી આ ત્રણેત્રણ રેસલર્સની ફરીથી ટેસ્ટ કરવામાં આવશે અને જો તેમની ટેસ્ટ નેગેટિવ આવી તો તેઓ કૅમ્પમાં ભાગ લઈ શકશે. જો તેઓ કોરોના-પૉઝિટિવ આવશે તો તેમને ફરીથી ક્વૉરન્ટીન કરવામાં આવશે અથવા તો પરિસ્થિતિ પ્રમાણે હૉસ્પિટલમાં રવાના કરવામાં આવશે. હું દરેક રેસલરને વિનંતી કરું છું કે તેઓ સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના સેન્ટર પર સુરક્ષિત રીતે પહોંચી જાય. તમે ખુલ્લેઆમ ફરી શકશો એ વાત ભૂલી જાઓ અને સતર્ક રહો. જોકે થોડા સમય પહેલાં વિનેશ ફોગાટ પૉઝિટિવ થયા બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની જાણકારી મળી હતી.’

wrestling coronavirus covid19 sports news