ઈજાને કારણે ઇટાલિયન ઓપનમાંથી સેરેના વિલિયમ્સે નામ પાછું ખેંચ્યું

14 September, 2020 12:29 PM IST  |  Rome | IANS

ઈજાને કારણે ઇટાલિયન ઓપનમાંથી સેરેના વિલિયમ્સે નામ પાછું ખેંચ્યું

સેરેના વિલિયમ્સ

દિગ્ગજ મહિલા ટેનિસ પ્લેયર સેરેના વિલિયમ્સે ઇટાલિયન ઓપનમાંથી ઈજાને કારણે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આયોજકોએ ગઈ કાલે જણાવ્યું કે સેરેનાને એચલીસ ટંડનમાં ઈજા થઈ હોવાને કારણે તેણે પોતાનું નામ ટુર્નામેન્ટમાંથી પાછું ખેંચી લીધું છે. ઉલ્લેખનીય છે કે યુએસ ઓપનની સેમી ફાઇનલ દરમ્યાન પણ તેને આ દુખાવો ઊપડ્યો હતો. ઇટાલિયન ઓપનના આયોજકોએ કહ્યું કે ‘સેરેના વિલિયમ્સે ઇન્ટરનૅશનલ બીએનએલ ડી ઇટાલિયા જે સોમવારથી ખાલી સ્ટેડિયમમાં શરૂ થવાની છે એમાંથી એચલીસ ઈજાને કારણે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.’
સામા પક્ષે માફી માગતાં સેરેના વિલિયમ્સે કહ્યું કે ‘એચલીસના અતિશય દુખાવાને કારણે મારે ઇન્ટરનૅશનલ બીએનએલ ડી ઇટાલિયામાંથી મારું નામ પાછું ખેંચી લેવું પડ્યું છે. રોમમાં મારા ચાહકો પાસેથી મળેલા સતત સપોર્ટ બદલ હું તેમની આભારી છું. આશા રાખું કે હું જલદીથી પાછી ફરું.’

serena williams tennis news