27 April, 2026 05:39 PM IST | London | Gujarati Mid-day Correspondent
યોમિફ કેજેલ્ચા અને સૅબાસ્ટિયન સાવે
લંડનમાં ગઈ કાલે બે દોડવીરોએ પહેલી વખત બે કલાકની અંદર મૅરથૉન પૂરી કરીને ઇતિહાસ રચ્યો હતો. અગાઉ ૨૦૨૩માં શિકાગોમાં જેકબ કિપ્લિમોએ ૨:૦૦:૨૮ સૌથી ઓછા સમયમાં ૪૨ કિલોમીટરની મૅરથૉન પૂરી કરી હતી. હાલમાં કેન્યાના સૅબાસ્ટિયન સાવેએ ઑફિશ્યલ મૅરથૉનમાં બે કલાકની અંદર દોડ પૂરી કરનાર પ્રથમ દોડવીર તરીકે પોતાનું નામ નોંધાવ્યું છે. તેણે ૧ કલાક ૫૯ મિનિટ ૩૦ સેકન્ડમાં લંડન મૅરથૉન જીતીને પુરુષોનો વિશ્વરેકૉર્ડ ૬૫ સેકન્ડથી તોડ્યો હતો. આ મૅરથૉનમાં બીજા ક્રમે રહેલા ઇથિયોપિયાના યોમિફ કેજેલ્ચાએ ૧ કલાક ૫૯ મિનિટ ૪૧ સેકન્ડમાં દોડ પૂરી કરી હતી.