સાત્વિક-ચિરાગે સિંગાપોર ઓપનમાં ભારત માટે પ્રથમ ડબલ્સ ગોલ્ડ જીત્યો

01 June, 2026 11:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય શટલર્સ જોડીએ રવિવારે સિંગાપોર બૅડ્‍મિન્ટન ઓપનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો

સાત્વિક-ચિરાગ

સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય શટલર્સ જોડીએ રવિવારે સિંગાપોર બૅડ્‍મિન્ટન ઓપનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ડબલ્સ ઇવેન્ટમાં ભારત માટે આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. અગાઉના ત્રણ ગોલ્ડ મેડલ સિંગલ્સ ઇવેન્ટમાં આવ્યા હતા. ૭૩ મિનિટની થ્રિલિંગ ફાઇનલ મૅચમાં ભારતીય જોડીએ ફજર આલ્ફિયાન અને મુહમ્મદ શોહિબુલ ફિકરીની ઇન્ડોનેશિયન જોડીને ૧૮-૨૧, ૨૧-૧૭, ૨૧-૧૬થી હરાવીને વિજય મેળવ્યો હતો. બે વર્ષ બાદ સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી કોઈ ફાઇનલ મૅચ જીત્યા છે. 

sports news sports badminton news india