ટિકટૉક પર ધૂમ મચાવી રહ્યો છે સાનિયા મિર્ઝાનો આ વિડિયો

14 May, 2020 03:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટિકટૉક પર ધૂમ મચાવી રહ્યો છે સાનિયા મિર્ઝાનો આ વિડિયો

વિડિયોમાંથી લીધેલો સ્ક્રિનશોટ

લૉકડાઉનને લીધે ઘરમાં કેદ 33 વર્ષીય ટેનિસ ચેમ્પિયન સાનિયા મિર્ઝા સોશ્યલ મિડિયા પર આજકાલ બહુ એક્ટિવ હોય છે. સાનિયાએ તાજેતરમાં ટિકટૉક પર એક વિડિયો પોસ્ટ કર્યો છે. જે જબરસ્ત વાયરલ થયો છે અને સોશ્યલ મિડિયાના બધા પ્લેટફોર્મ પર ધૂમ પણ મચાવી રહ્યો છે. આ વિડિયોમાં ટેનિસ ખિલાડીએ સવારે વહેલા ઉઠવાનું દર્દ જણાવ્યું છે.

ટિકટૉક પર પોસ્ટ કરેલા વિડિયોમાં સાનિયા એક વૃધ્ધાના અવાજમાં બોલાતા ડાયલોગને લિપ-સિંક કરી રહી છે અને પુછે છે કે, 'તું સવારે આટલો જલ્દી કઈ રીતે ઉઠી જાય છે? તુ મજામાં તો છે ને? શું કોઈ તારો પીછો કરી રહ્યું છે? તુ દોડે છે? સવારે 7 વાગે!' તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, ના હું સવારે જલ્દી ઉઠવા વાળામાંથી નથી.

@mirzasaniar

Nope .. not a morning person ??

♬ original sound - Krystle Dsouza