સાનિયા મિર્ઝાનો નવો લુક, 4 મહીનામાં 26 કિલો વજન ઉતાર્યું

11 February, 2020 06:40 PM IST  |  Mumbai | Mumbai Desk

સાનિયા મિર્ઝાનો નવો લુક, 4 મહીનામાં 26 કિલો વજન ઉતાર્યું

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ફરી એકવાર ચર્ચામાં છે, ના તે કોઇ વિવાદમાં નથી સપડાઇ બલ્કે તેણે તેના ફેન્સને પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટથી ચક્તિ કરી દીધા છે. સાનિયાએ તેની લેટેસ્ટ પોસ્ટમાં પોતાના વજન ઘટાડવાની મજલની ઝલક આપી છે. ચાર મહીનામાં 26 કીલો વજન ઉતારવાની વાતને સાનિયાએ બિફોર આફ્ટરનાં ફોટોગ્રાફ્સ મુકીને વર્ણવી છે. તેણે નીચે કંઇક આવું લખ્યું છે, "89 કિલોથી 63 કિલો. આપણાં બધાંનું કોઇ લક્ષ્ય હોય છે. રોજનાં ગોલ્સ અને લાંબા ગાળાનાં ગોલ્સ. આપણે આ ગોલ્સમાં ગર્વ લઇએ છીએ. મને મારો ગોલ અચીવ કરવામાં ચાર મહીના લાગ્યા, બાળકને જન્મ આપ્યા પછી હું ફરી સ્વસ્થ અને ફિટ થઇ ગઇ છું. બહુ લાંબો રસ્તો કાપ્યો એવું લાગે છે. ફરી એકવાર તંદુરસ્ત મેળવવી અને ફરી એકવાર બહુ ઊંચા સ્તરે સ્પર્ધા આપવી..તમારા સપનાંઓને અનુસરો. ભલેને ગમે તેટલા લોકો તમને કહે કે તમે એ નહીં કરી શકો કારણકે ભગવાન જાણે જ છે કે એવા કેટલા લોકો આપણી આસપાસ હોય છે. જો હું આ કરી શકું તો કોઇપણ કરી શકે."

 


સાનિયા મિર્ઝાની પોસ્ટ એક સરપ્રાઇઝ તો હતી જ પણ તેમે સાથે બીજા લોકોને પ્રેરણા આપી છે કે જો તે વજન ઉતારી શકે તો બીજા પણ કરી શકે. મક્કમ નિર્ધાર અને લગનથી કામ કરે તો કોઇપણ આ મેળવી શકે છે.

 

 

સાનિયાએ ટેનિસમાં તેનું કમબૅક કરીને હોબર્ટ ઇન્ટરનેશનલ ટાઇટલમાં જોરદાર દેખાવ કર્યો અને જાન્યુઆરીમાં ખેલાયેલી આ ટુર્નામેન્ટમાં તેણે સેકન્ડ સિડેડ ચાઇનીઝ જોડી પેંગ શુઆઇ અને ઝેંગ શુઆઇને 6-4, 6-4થી ફાઇનલમાં હરાવ્યા.

 

 

 

સાનિયા મિર્ઝા ત્રણવાર ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ વિનર છે અને બે વર્ષ પછી ફરી ટેનિસ કોર્ટમાં પાછી ફરી છે. પહેલાં તેની ઇજાઓ અને પછી તેના દીકરાના જન્મને કારણે તે ખેલથી દૂર રહી હતી. ઑસ્ટ્રેલિયન ઓપન 2020માં સાનિયા મિર્ઝાએ એક મેચમાંથી અડધેથી નિકળી જવું પડ્યું હતું કારણકે તેને પિંડીંમાં ઇજા થઇ હતી.

sania mirza instagram sports tennis news