સ્ટાર બૅડ્‍મિન્ટન-કપલે અલગ થવાના નિર્ણયથી યુ-ટર્ન લીધો

03 August, 2025 10:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે ૧૪ જુલાઈના રોજ સાઇના નેહવાલે એક પોસ્ટ શૅર કરીને જાહેરાત કરી હતી કે તે પારુપલ્લી કશ્યપથી અલગ થઈ રહી છે, પરંતુ હવે આ કપલે યુ-ટર્ન લીધો છે

સાઇના નેહવાલ અને પારુપલ્લી કશ્યપ

ભારતના બૅડ્‍મિન્ટન સ્ટાર સાઇના નેહવાલ અને પારુપલ્લી કશ્યપના સંબંધોમાં ફરી એક વાર મીઠાશ પાછી આવી છે. આ વર્ષે ૧૪ જુલાઈના રોજ સાઇના નેહવાલે એક પોસ્ટ શૅર કરીને જાહેરાત કરી હતી કે તે પારુપલ્લી કશ્યપથી અલગ થઈ રહી છે, પરંતુ હવે આ કપલે યુ-ટર્ન લીધો છે. ગઈ કાલે એક સુંદર ફોટો શૅર કરીને બન્નેએ સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘ક્યારેક અંતર તમને હાજરીનું મહત્ત્વ શીખવે છે. અમે ફરીથી પ્રયાસ કરી રહ્યાં છીએ.’

saina nehwal parupalli kashyap celebrity divorce badminton news social media sports news sports relationships