05 July, 2023 12:49 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
ભારતે ગઈ કાલે કુવૈતને પેનલ્ટીમાં ૫-૪થી હરાવ્યું. મુખ્ય મૅચ ૧-૧થી ડ્રૉ રહી હતી. લીગ રાઉન્ડમાં પણ તેમની મેચ ૧-૧થી ડ્રૉ ગઈ હતી.
સુનીલ છેત્રીના સુકાનમાં ભારતીય ટીમે ગઈ કાલે બૅન્ગલોરમાં પોતાનાથી ચડિયાતી કુવૈતની ટીમને ‘સાફ’ ફુટબૉલ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં મુખ્ય મૅચ ૧-૧થી ડ્રૉ રહ્યા બાદ પેનલ્ટી શૂટઆઉટ (ટાઇબ્રેકર)માં ભારતે કુવૈતને ૫-૪થી હરાવીને નવમી વાર આ સ્પર્ધા જીતી લીધી હતી.