૧૭૦૦ કરોડમાં સાઉદી અ​રેબિયાની ક્લબ અલ નાસરમાં જોડાયો રોનાલ્ડો

01 January, 2023 08:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોર્ટુગલનો ફુટબૉલ ખેલાડી ક્રિસ્ટિઆનો રોનાલ્ડો સાઉદી અરેબિયાની ક્લબ અલ નાસર તરફથી રમતો જોવા મળશે.

૧૭૦૦ કરોડમાં સાઉદી અ​રેબિયાની ક્લબ અલ નાસરમાં જોડાયો રોનાલ્ડો

પોર્ટુગલનો ફુટબૉલ ખેલાડી ક્રિસ્ટિઆનો રોનાલ્ડો સાઉદી અરેબિયાની ક્લબ અલ નાસર તરફથી રમતો જોવા મળશે. તેની કારકિર્દીનો અંત હવે નજીક છે. અલ નાસર ક્લબ દ્વારા એક ફોટો શૅર કરવામાં આવ્યો છે, જેમાં તે જર્સી સાથે જોવા મળી રહ્યો છે. તે આ ક્લબ સાથે જૂન ૨૦૨૫ સુધી રમશે. તેને વર્ષના ૨૦૦ મિલ્યન ડૉલર અંદાજે ૧૭૦૦ કરોડ રૂપિયા આપવામાં આવશે. પરિણામે તે આટલી મોટી રકમ મેળવનાર વિશ્વનો પહેલો ફુટબૉલ ખેલાડી બન્યો છે. રોનાલ્ડોએ કહ્યું હતું કે ‘તે કોઈ અલગ દેશમાં નવી ફુટબૉલ લીગમાં જોડાવાનો અનુભવ લેવા માગે છે. યુરોપિયન ફુટબૉલમાં જીતવા જેવું તમામ જીતી લીધું છે. હવે એશિયામાં મારે મારો અનુભવ શૅર કરવાની ઇચ્છા છે.’ સાઉદી અરેબિયા ૨૦૩૦ના ફુટબૉલ વર્લ્ડ કપની યજમાની કરવા માગે છે. સાઉદી અ​રેબિયાની ટીમે ગયા મહિને ગ્રુપ સ્ટેજમાં ચૅમ્પિયન બનેલી આર્જેન્ટિનાની ટીમને હરાવી હતી.

sports news football cristiano ronaldo