ખોટા પાસપોર્ટ રાખવાના કેસમાં રોનાલ્ડિન્હોની ધરપકડ

06 March, 2020 03:46 PM IST  |  Asuncion

ખોટા પાસપોર્ટ રાખવાના કેસમાં રોનાલ્ડિન્હોની ધરપકડ

ફુટબોલર રોનાલ્ડિન્હો

બ્રાઝિલના સ્ટાર ફુટબોલર રોનાલ્ડિન્હો અને તેના ભાઈ રૉબર્ટો એસીસ પર બનાવટી પાસપોર્ટ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પારાગ્વે પોલીસે આ માટે તેમની અટકાયત કરી છે. તેઓ ખોટા પાસપોર્ટના સહારે દેશમાં આવ્યા હોવાનો તેમના પર આરોપ છે. રોનાલ્ડિન્હોની ધરપકડ કરનારા અધિકારીએ કહ્યું હતું કે તેણે ખોટો પાસપોર્ટ સાથે રાખ્યો હતો જે ગુનો છે. આ ગુનાને કારણે તેની અટકાયત કરવાનો ઑર્ડર આપવામાં આવ્યો છે. જોકે તેની પૉપ્યુલરિટી સારી છે, પણ કાયદો સર્વોચ્ચ છે અને એને સન્માન આપવું જોઈએ.

હાલમાં આ મુદ્દે વિગતવાર તપાસ ચાલી રહી છે. આ પહેલાં પણ બન્ને ભાઈઓને ૨૦૧૫ના એક કોર્ટકેસ હેઠળ દંડ ન ભરવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એન્વાયરનમેન્ટલ પરમિટ વગર તેમણે ફિશિંગ પ્લૅટફૉર્મ બનાવ્યું હોવાથી તેમને દંડ કરવામાં આવ્યો હતો અને ૧૦ મહિનાનો વિદેશ ટ્રાવેલ બૅન કરવામાં આવ્યો હતો. તેમને ગયા સપ્ટેમ્બર મહિનામાં જ પોતાનો પાસપોર્ટ પાછો મળ્યો હતો. ૨૦૧૮માં રોનાલ્ડિન્હોએ ફુટબૉલ જગતમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું હતું.

brazil football sports news