ફેડરરે US Open માં પોતાની 100મી મેચ જીતી ઇતિહાસ રચ્યો

30 August, 2019 08:45 PM IST  |  Mumbai

ફેડરરે US Open માં પોતાની 100મી મેચ જીતી ઇતિહાસ રચ્યો

Mumbai : વિશ્વના ટેનિસ સ્ટાર એવા રોજર ફેડરર વિશ્વના દિગ્ગજ ખેલાડીઓમાનો એક છે. અત્યારે વર્ષનું ત્રીજુ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ ચાલી રહી છે. ત્યારે ફેડરરે યુએસ ઓપનમાં પોતાની 100મી મેચ જીતીને ઇતિહાસ રચી દીધો છે. તો બીજી તરફ તે યુએસ ઓપનમાં 19મી વાર ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. 5 વખતના પૂર્વ ચેમ્પિયન ફેડરરે બોસ્નિયાના ડામિર જુમહુરને 3-6, 6-2, 6-3, 6-4થી હરાવ્યો. આ ફેડરરની ટૂર્નામેન્ટમાં 100મી મેચ હતી. તેણે ટૂર્નામેન્ટમાં સતત બીજી મેચ પ્રથમ સેટ ગુમાવ્યા બાદ જીતી.


રોજર ફેડરરે પહેલા રાઉન્ડમાં ભારતના
22 વર્ષીય ટેનિસ ખેલાડી સુમિત નાગલ સામે પણ પ્રથમ સેટ ગુમાવ્યો હતો. ફેડરર યુએસ ઓપનમાં પ્રથમવાર 2 રાઉન્ડની મેચમાં પ્રથમ સેટ હાર્યો. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન જોકોવિચ અને સેરેના વિલિયમ્સ પણ ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે.

 

જોકોવિચના ખભામાં દુખાવો હોવા છતાં જીત્યો

જોકોવિચે મેચ દરમિયાન ખભામાં દુખાવો થતો હોવા છતાં મેચ જીતી. જોકોવિચે આર્જેન્ટિનાના જુઆન ઈગ્નેસિયોને હરાવ્યો. આ દરમિયાન તેને ખભામાં પીડા થઈ રહી હતી. કોર્ટ પર સારવાર મેળવ્યા બાદ તે ફરી રમવા ઉતર્યો. જ્યારે સેરેનાએ અમેરિકાની કેટી મેક્નેલીને હરાવી અને 5-7, 6-3, 6-1થી માત આપી. ઓસ્ટ્રેલિયાની બાર્ટીએ અમેરિકાની લૉરેન ડેવિસને હરાવી.

આ પણ જુઓ : યાદ છે અન્ના કુર્નિકોવા? પૂર્વ ટેનિસ સ્ટાર આજે પણ લાગે છે એટલી જ હોટ

સ્વિતોલિનાએ 7 ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન વીનસને હરાવી
પાંચમી સીડ યૂક્રેનની એલિના સ્વિતોલિનાએ સાત વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન વીનસ વિલિયમ્સને 6-4, 6-4થી હરાવી હતી. 10 મી સીડ અમેરિકાની મેડિસન કીઝે ચીનની જુ લિનને 6-4, 6-1થી હરાવી ત્રીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું. સાતમી સીડ જાપાનની કેઈ નિશિકોરીએ અમેરિકાના બ્રેડલી ક્લાનને 6-2, 4-6, 6-3, 7-5થી માત આપી.

tennis news us open roger federer