10 November, 2022 10:42 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મૅડ્રિડમાં ઓસસુના સામેની મૅચમાં બાર્સેલોનાના લેવાન્ડૉવ્સ્કીએ ૩૧મી મિનિટમાં બૉલ પર કબજો કરતી વખતે હરીફ ટીમના ડિફેન્ડર ડેવિડ ગાર્સિયા સાથે જે રીતે ટકરાયો
પોલૅન્ડના ફુટબોલર રોબર્ટ લેવાન્ડૉવ્સ્કીને મંગળવારે કરીઅરનું બીજું અને એક દાયકા પછીનું પહેલું રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. મૅડ્રિડમાં ઓસસુના સામેની મૅચમાં બાર્સેલોનાના લેવાન્ડૉવ્સ્કીએ ૩૧મી મિનિટમાં બૉલ પર કબજો કરતી વખતે હરીફ ટીમના ડિફેન્ડર ડેવિડ ગાર્સિયા સાથે જે રીતે ટકરાયો એ બદલ રેફરીએ તેને મૅચનું તેનું બીજું યલો કાર્ડ બતાવ્યું હતું અને એ સાથે રેડ કાર્ડ બનતાં તેને મૅચની બહાર કરાયો હતો. બાર્સેલોનાના જ જેરાર્ડ પિકને પણ ફાઉલ બદલ રેડ કાર્ડ મળ્યું હતું. જોકે બન્ને ખેલાડીઓની બાદબાકી થવા છતાં બાર્સેલોનાએ ઓસસુનાની ટીમને ૨-૧થી હરાવી હતી. તસવીર એ.પી.
ફુટબૉલ છે કે રેસલિંગ
ઇટલીના ક્રેમોનામાં મંગળવારે એસી મિલાનના ફૉડ બૅલો-ટોઉર (ડાબે) અને ક્રેમોનીઝના ચાર્લ્સ પિકલ વચ્ચે સેરી-એ ચૅમ્પિયનશિપની મૅચ દરમ્યાન બૉલ પર કબજો મેળવવા જતાં ઝપાઝપી થઈ હતી. જોકે પછીથી બન્ને વચ્ચે સુલેહ થઈ હતી. છેવટે મૅચ 0 - 0 થી ડ્રૉમાં ગઈ હતી. તસવીર એ.પી.