હમણાં સૌથી પહેલું પ્રાધાન્ય કોરોના સામેની સુરક્ષાનું છે : સુશીલ કુમાર

16 July, 2020 10:19 PM IST  |  Mumbai Desk | Agencies

હમણાં સૌથી પહેલું પ્રાધાન્ય કોરોના સામેની સુરક્ષાનું છે : સુશીલ કુમાર

સુશીલ કુમાર

સુશીલ કુમારનું કહેવું છે કે કોરોના વાઇરસમાં સૌથી પહેલી પ્રાયોરિટી પોતાની સુરક્ષા છે. નવી દિલ્હીમાં આવેલું છત્રસાલ સ્ટેડિયમ રેસલરો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, પણ બે રેસલર સાથે ટ્રેઇનિંગ કરી શકે એવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જોકે નજીકના સમયમાં રેસલિંગ સ્પર્ધાઓ ન હોવાથી રેસલરો અને તેમના કોચ નિશ્ચિત છે. એવામાં સુરક્ષાને પહેલાં પ્રાધાન્ય આપતાં રેસલર સુશીલ કુમારે કહ્યું કે ‘હાલના તબક્કે આ ઘણું અઘરું છે. ફક્ત ભારતમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં પરિસ્થિતિ ઘણી ખરાબ છે. આપણું સૌથી પહેલું પ્રાધાન્ય કોરોના સામેની સુરક્ષાનું હોવું જોઈએ, બીજું બધું પછી જોવાઈ જશે. સરકારી નિયમાનુસાર દિલ્હીમાં ટ્રેઇનિંગ શરૂ કરવામાં આવી છે. કેટલાક દિવસો સુધી હું એકલો જ પ્રૅક્ટિસ કરતો રહીશ? બે પ્લેયર હજી પણ સાથે ટ્રેઇનિંગ કરી શકતા નથી, પણ અમે નજીકના સમયમાં પ્લેયરો સાથેની પ્રૅક્ટિસ પણ શરૂ કરીશું.’

sports news sports sushilkumar shinde