બાવીસમી કૉમનવેલ્થ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપ દિલ્હીમાં શરૂ થઈ

28 July, 2026 11:29 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં શરૂ થયેલી કૉમનવેલ્થ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપ 2026નું મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ ઉદ્ઘાટન કર્યું. ટુર્નામેન્ટમાં 25 દેશોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

કૉમનવેલ્થ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપ

દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ ગઈ કાલે બાવીસમી કૉમનવેલ્થ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપ 2026નું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્ય પ્રધાને ટેબલ ટેનિસ રૅકેટ સાથે રમીને ટુર્નામેન્ટને ઑફિશ્યલી ઓપન જાહેર કરી હતી.  
બાવીસમી કૉમનવેલ્થ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપ ૨૭ જુલાઈથી ૨ ઑગસ્ટ દરમ્યાન ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે યોજાઈ રહી છે. ભારત સહિત પચીસ કૉમનવેલ્થ સભ્ય દેશોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ગ્લાસગોમાં આયોજિત કૉમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસની રમત સામેલ નથી. 
૧૯૭૧થી રમાતી આ ચૅમ્પિયનશિપમાં ઓવરઑલ આઠમી વખત અને સતત ચોથી વખત ભારત યજમાન દેશ છે. પહેલી વખત ૧૯૮૨માં મુંબઈમાં ભારતે આ ટુર્નામેન્ટની યજમાની કરી હતી. ૨૦૧૩માં દિલ્હી, ૨૦૧૫માં સુરત અને ૨૦૧૯માં કટકમાં આ ચૅમ્પિયનશિપ રમાઈ હતી. 

sports news sports commonwealth games delhi news india