ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

19 November, 2021 07:15 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

રમત જગતના સમાચાર એક ક્લિકમાં વાંચો.

તસવીરઃ મિડ-ડે લોગો

 

એશિયન આર્ચરીમાં બે કોરિયનને હરાવીને જ્યોતિ જીતી ગોલ્ડ
ઢાકાની એશિયન આર્ચરી ચૅમ્પિયનશિપમાં ગઈ કાલે વર્લ્ડ ચૅમ્પિયનશિપની ટ્રિપલ સિલ્વર મેડલિસ્ટ જ્યોતિ સુરેખા વેન્નમ અને રિષભ યાદવ ટીમ-સ્પર્ધામાં કોરિયાની ટૉપ-સીડેડ ટીમ સામે માત્ર એક પૉઇન્ટથી (૧૫૪-૧૫૫) હારી જતાં તેમણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. જોકે સિંગલ્સમાં જ્યોતિએ ટીમ-ગેમમાં જેની સામે હારી એ કોરિયાની કિમ યુન્હીને તેણે સેમી ફાઇનલમાં ૧૪૮-૧૪૩થી અને પછી કોરિયાની જ ઓહ યુહ્યુનને ૧૪૬-૧૪૫થી પરાજિત કરીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.

પ્રણોયે ઑલિમ્પિક વિજેતાને હરાવ્યો : સિંધુ, શ્રીકાંત પણ ક્વૉર્ટરમાં
બાલીમાં ઇન્ડોનેશિયા માસ્ટર્સ સુપર-૭૫૦ નામની બૅડ્મિન્ટન ટુર્નામેન્ટમાં ગઈ કાલે ભારતના ત્રણ પ્લેયરો ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા. પ્રી-ક્વૉર્ટરમાં સિંધુએ સ્પેનની ક્લેરા ઍઝરમેન્ડીને ૧૭-૨૧, ૨૧-૭, ૨૧-૧૨થી હરાવી હતી, જ્યારે પુરુષોની પ્રી-ક્વૉર્ટરમાં પ્રણોયે ટોક્યો ઑલિમ્પિક ચૅમ્પિયન વિક્ટર ઍક્સલસેનને ૧૪-૨૧, ૨૧-૧૯, ૨૧-૧૬થી પરાજિત કર્યો હતો. કિદામ્બી શ્રીકાંતે ઇન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીને ૧૩-૨૧, ૨૧-૧૮, ૨૧-૧૫થી હરાવ્યો હતો.

હૈદરાબાદ સેમીમાંX: કર્ણાટક ટાઇ પછી જીત્યું
સૈયદ મુશ્તાક અલી ટી૨૦ ટુર્નામેન્ટમાં ગઈ કાલે હૈદરાબાદે ગુજરાતને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હૈદરાબાદે તિલક વર્માના ૭૫ રનની મદદથી પાંચ વિકેટે ૧૫૮ રન બનાવ્યા બાદ ગુજરાત ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૨૮ રન બનાવી શક્યું હતું. બંગાલ સામે કર્ણાટકે જીતીને સેમીમાં પ્રવેશ કર્યો હતો. કર્ણાટક (૧૬૦/૫) અને બંગાલ (૧૬૦/૮)ના સ્કોર સમાન રહેતાં મૅચ ટાઇ થઈ હતી. કર્ણાટકના મનીષ પાન્ડેએ મૅચના આખરી બૉલમાં આકાશદીપને રનઆઉટ કરતાં મૅચ ટાઇ થઈ હતી. પછી પાન્ડેએ સુપરઓવરમાં વિનિંગ સિક્સરથી કર્ણાટકને સેમીમાં પહોંચાડી દીધું હતું. અન્ય મુકાબલામાં તામિલનાડુએ કેરલાને પાંચ વિકેટે હરાવીને અને વિદર્ભે રાજસ્થાનને ૯ વિકેટે હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે આવતી કાલે સેમી ફાઇનલમાં તામિલનાડુ-હૈદરાબાદ વચ્ચે તથા વિદર્ભ-કર્ણાટક વચ્ચે મુકાબલો થશે.

ધ્વજ ફરકાવવાની પ્રથા સકલૈન મુશ્તાકે શરૂ કરી હતી
બંગલા દેશના પ્રવાસે આવેલી પાકિસ્તાનની ક્રિકેટ ટીમે મંગળવારે મીરપુરમાં પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન પોતાના દેશનો ધ્વજ ફરકાવવાનો નિર્ણય લેતાં બંગલા દેશમાં જે વિવાદ થયો એ સંદર્ભમાં પાકિસ્તાનના ટીમ-મૅનેજમેન્ટે ગઈ કાલે મીડિયાને કહ્યું કે ‘અમારે માટે આ રીતે ધ્વજ ફરકાવવો એ કોઈ નવો નિર્ણય નથી. આ પ્રથા બે મહિનાથી અમલમાં છે. અમારા વચગાળાના હેડ-કોચ સકલૈન મુશ્તાકે તાજેતરના ટી૨૦ વર્લ્ડ કપમાં આ પ્રથા શરૂ કરી હતી. ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચની પ્રૅક્ટિસ દરમ્યાન અમે 

Sports news