ગુજરાતના 2 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માની કરાશે

17 August, 2019 07:04 PM IST  |  Mumbai

ગુજરાતના 2 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માની કરાશે

હરમીત દેશાઇ

Mumbai : અર્જુન એવોર્ડ મળનારા માટેના નામની સુચી તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં બે ગુજરાતીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જામનગરના ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને સુરતના યુવા ટેબલ ટેનીસ ખેલાડી હરમીત દેશાઈને અર્જુન એવોર્ડથી સન્માનીત કરવામાં આવશે. તો અન્ય મહિલા ક્રિકેટ પુનમ યાદવને પણ આ વર્ષે અર્જુન એવોર્ડ માટે પસંદ કરાઇ છે. આ વર્ષે અર્જુન એવોર્ડ માટે 19 એથલીટની પસંદગી થઇ છે. બીસીસીઆઇએ ચાર ક્રિકેટર્સના નામ એવોર્ડ માટે મોકલ્યા હતાં. તેમાં રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને પૂનમ યાદવના નામ સામેલ છે.


દીપા મલિક અને બજરંગ પુનિયાને પણ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરાશે
પેરા એથલીટ દીપા મલિક અને રેસલર બજરંગ પુનિયાને દેશના સર્વોચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. રમતગમતમાં જબરદસ્ત પ્રદર્શન કરનારા ખેલાડીઓના સન્માન માટે આ એવોર્ડ આપવામાં આવે છે. તેના માટે અલગ અલગ ખેલ બોર્ડ ખેલાડીઓના નામ રમતગમત મંત્રાલયને મોકલે છે. જે ખેલાડીઓના નામોની રજૂઆત થાય છે. મોટાભાગે તેમાંથી જ એવોર્ડ આપવા માટે નામ પસંદ કરવામાં આવે છે. આ એવોર્ડ 1961થી શરુ થયો હતો. વિજેતા ખેલાડીને નિશાન લગાવતા અર્જુનની મૂર્તિ સાથે 5 લાખ રૂપિયા મળે છે. રવીન્દ્ર જાડેજાએ તાજેતરમાં જ શાનદાર પ્રદર્શન કરીને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાને સાબિત કર્યો છે.



સુપ્રીમ કોર્ટના આદેશ પર નિયુક્ત પ્રશાસકોની સમિતિએ સબા કરીમની હાજરીમાં આ ક્રિકેટરોના નામ અર્જુન એવોર્ડ માટે નક્કી કર્યા છે. કરીમે જ આ ચારેય નામનો પ્રસ્તાવ રાખ્યો. મજાની વાત એ છે કે આ વખતે જે ચાર નામો અર્જુન એવોર્ડ માટે મોકલવામાં આવ્યા છે તે બધા બોલર અથવા બોલર ઓલરાઉંડર છે.

cricket news sports news ravindra jadeja