સ્ટેડિયમને રાની રામપાલનું નામ : મહિલા હૉકી ખેલાડીઓમાં પહેલો જ કિસ્સો

22 March, 2023 12:14 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૮ વર્ષની રાની ભારત વતી ૨૫૦ મૅચ રમી ચૂકી છે.

રાનીસ ગર્લ્સ હૉકી ટર્ફ

રાયબરેલીના હૉકી સ્ટેડિયમને ભારતની હૉકી-સ્ટાર રાની રામપાલનું નામ આપવામાં આવ્યું છે. ભારતીય મહિલા હૉકીમાં આ પહેલો કિસ્સો છે. 

‘એમસીએફ રાયબરેલી’ હૉકી સ્ટેડિયમને ‘રાનીસ ગર્લ્સ હૉકી ટર્ફ’ નામ અપાયું છે. રાનીએ સ્ટેડિયમના સ્ટાફ મેમ્બર્સ અને અમુક ખેલાડીઓની ઉપસ્થિતિમાં સ્ટેડિયમની નવી નેમપ્લેટનું અનાવરણ કર્યું હતું અને પછી સોશ્યલ મીડિયા પર ફોટો પોસ્ટ કર્યા હતા. રાનીએ ટ્વિટર હૅન્ડલ પર લખ્યું છે, ‘મેં હૉકીમાં જે યોગદાન આપ્યું એના સન્માનમાં મને આ જે ગૌરવ પ્રાપ્ત થયું છે એ બદલ મને જે ખુશી થઈ છે એ શૅર કરવા માટે મારી પાસે શબ્દો નથી. હું આ નવું નામ ભારતીય મહિલા હૉકી ટીમને અર્પણ કરું છું અને આશા રાખું છું કે આનાથી નવી પેઢીની મહિલા હૉકી પ્લેયર્સને પ્રેરણા મળશે.

૨૮ વર્ષની રાની ભારત વતી ૨૫૦ મૅચ રમી ચૂકી છે.

sports sports news indian womens hockey team hockey