રેડુકાનુની એક વર્ષમાં ૨૨૮ રૅન્કની છલાંગ

29 June, 2022 10:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૧માં આ ​બ્રિટિશર ૩૩૮ની રૅન્ક સાથે વિમ્બલ્ડનમાં પ્રવેશેલી : આ વખતે ૧૦મો ક્રમ છે

રેડુકાનુની એક વર્ષમાં ૨૨૮ રૅન્કની છલાંગ

ઘરઆંગણે રમાતી વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપમાં ઇંગ્લૅન્ડની નંબર-વન ટેનિસ ખેલાડી ૧૯ વર્ષની એમ્મા રેડુકાનુનો જે રેકૉર્ડ છે એ અભૂતપૂર્વ કહી શકાય. ગયા વર્ષે તે વિશ્વમાં ૩૩૮મી રૅન્ક સાથે વિમ્બલ્ડનમાં પહેલી વાર રમવા આવી હતી અને ચોથા રાઉન્ડ સુધી પહોંચી હતી. આ વખતની સ્પર્ધામાં તે ૧૦મી ક્રમાંકિત છે. તેણે એલિસન વૅન ઉત્વાંકને પ્રથમ દાવમાં ૬-૪, ૬-૪થી હરાવી એ સાથે દેશભરમાંથી રેડુકાનુ પર અભિનંદનની વર્ષા થઈ હતી, કારણ કે હોમ-કન્ટ્રીની આ ચૅમ્પિયનશિપના સેન્ટર કોર્ટમાં તેણે ડેબ્યુ કર્યું છે.

અન્ય પરિણામો

(૧) મહિલાઓની નંબર-વન ઇગા સ્વૉનટેકે યાના ફેટને ૬-૦, ૬-૩થી હરાવી.
(૨) ૨૦૨૧નો ફાઇનલિસ્ટ ઇટલીનો મૅટીઓ બેરેટિની કોવિડ-૧૯ને કારણે વિમ્બલ્ડનમાંથી નીકળી ગયો છે.
(૩) રાયન પેનિસ્ટને હેન્રી લાકસોનેનને ૬-૪, ૬-૩, ૬-૨થી હરાવ્યો છે.
(૪) નડાલ ફ્રાન્સિસ્કો સામે ૬-૪, ૬-૨થી આગળ થયા પછી ત્રીજો સેટ ૩-૬થી હારી ગયો.

sports news tennis news