ઓપનિંગ સેરેમનીના ૯ દિવસ પહેલાં બાસ્કેટબૉલની મૅચ સાથે એશિયન ગેમ્સનો પ્રારંભ

11 September, 2026 08:48 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

જપાનમાં એશિયન ગેમ્સ 2026ની પહેલી મૅચમાં કતરે મેન્સ બાસ્કેટબૉલમાં ઈરાનને 59-35થી હરાવ્યું. ગેમ્સની ઓપનિંગ સેરેમની 19 સપ્ટેમ્બરે યોજાશે, જ્યારે બાસ્કેટબૉલની ફાઇનલ 20 સપ્ટેમ્બરે રમાશે.

બાસ્કેટબૉલ ફાઇનલ એશિયન ગેમ્સ 2026

જપાનમાં ગુરુવારે મેન્સ બાસ્કેટબૉલ સ્પર્ધામાં કતરે ઈરાનને હરાવીને એશિયન ગેમ્સની શરૂઆત કરી હતી. એશિયન ગેમ્સ 2026ની આ પહેલવહેલી મૅચ હતી. કતરે આ મૅચમાં ૫૯-૩૫થી જીત નોંધાવી હતી. આ રમતની ફાઇનલ મૅચ ૨૦ સપ્ટેમ્બરે રમાશે. 
એશિયન ગેમ્સ ઑફિશ્યલી ૧૯ સપ્ટેમ્બરે ઓપનિંગ સેરેમની સાથે શરૂ થશે અને ૪ ઑક્ટોબર સુધી ચાલશે. બાસ્કેટબૉલ, ફુટબૉલ, ક્રિકેટ, હૉકી સહિતની ઘણી સ્પર્ધાઓ ઓપનિંગ સેરેમની પહેલાં જ શરૂ થઈ જશે. ૪૩ મૅચોમાં ૧૭ હજારથી વધુ રમતવીરો અને અધિકારીઓ ભાગ લેશે.

basketball asian games japan tokyo sports news sports