કતારમાં જીત સાથે ફેડરરનું 405 દિવસે કમબૅક

12 March, 2021 10:56 AM IST  |  Doha

કતારમાં જીત સાથે ફેડરરનું 405 દિવસે કમબૅક

રૉજર ફેડરર

લગભગ એક વર્ષથી ટેનિસથી દૂર રહેલા દિગ્ગજ પ્લેયર રૉજર ફેડરરે એટીપી ટૂરના ૨૪મા સત્રમાં જીત સાથે કમબૅક કર્યું છે. કતાર ઓપનમાં તેણે હૅનિયલ ઇ‍વાન્સને અંદાજે અઢી કલાક ચાલેલી મૅચમાં ૭-૬ (૮), ૩-૬, ૭-૫થી હરાવ્યો હતો. ૨૦૨૦ની ઑસ્ટ્રેલિયન ઓપન બાદ બે વાર ફેડરરના ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી જેને લીધે તેણે ટેનિસ કોર્ટમાં ૪૦૫ દિવસ બાદ કમબૅક કર્યું છે.

tennis news roger federer sports news