13 June, 2026 06:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઑસ્ટ્રેલિયન ઓપન બૅડ્મિન્ટનની સેમી-ફાઇનલમાં પહોંચી પી. વી. સિંધુ
વિશ્વની નંબર ટેન ખેલાડી પી. વી. સિંધુએ સિડનીમાં ઑસ્ટ્રેલિયન ઓપનની સેમી-ફાઇનલમાં એન્ટ્રી મારી છે. મહિલા સિંગલ્સ ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં તેણે માત્ર ૨૭ મિનિટમાં ચાઇનીઝ તાઇપેઇની ખેલાડી સામે ૨૧-૬, ૨૧-૯થી જીત મેળવી હતી. આ વર્ષે તે માત્ર મલેશિયા ઓપનની સેમી-ફાઇનલ સુધી પહોંચી શકી હતી.
ભારતની યંગ શટલર તન્વી શર્માને ક્વૉર્ટર ફાઇનલમાં હરાવનાર જપાનની અકાને યામાગુચી સામે પી. વી. સિંધુની સેમી-ફાઇનલની ટક્કર થશે. ત્રણ વખતની આ વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડી સામે પી. વી. સિંધુ ૨૯ મૅચમાંથી ૧૫ મૅચ જીતી છે. જોકે છેલ્લી પાંચ ટક્કરમાં અકાને યામાગુચી ચાર મૅચ જીતી છે.