કોરિયા ઓપનમાંથી સાઇના-પ્રણીતની એક્ઝિટ : કશ્યપની નિરંતર આગેકૂચ

26 September, 2019 02:18 PM IST  |  ઇન્ચિયોન

કોરિયા ઓપનમાંથી સાઇના-પ્રણીતની એક્ઝિટ : કશ્યપની નિરંતર આગેકૂચ

કશ્યપ

વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પુરુષોના એકલ વર્ગમાં મેડલ જીતનારા સાઈ પ્રણીતે ઈજાને કારણે કોરિયા ઓપન સુપર ૫૦૦ ટુર્નામેન્ટમાંથી એક્ઝિટ લીધી છે. બુધવારે ડેન્માર્કના પ્લેયર એન્ડર્સ એન્ટોનસેન સામેની મૅચ તેણે અડધેથી છોડવી પડી હતી. પ્રણીત પહેલો સેટ ૯-૨૧થી હારી ગયો અને બીજા સેટમાં જ્યારે સ્કોર ૭-૧૧ હતો ત્યારે દુખાવો ઊપડતાં તેણે બૅકઆઉટ કરવાનો નિર્ણય લીધો હતો. આ મૅચ પહેલાં તે ક્વૉર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર ૯ ઇન્ડોનેશિયન પ્લેયર ઍન્ટોની સિનીસુકા ગિન્ટિંગને હરાવી ચૂક્યો હતો. પ્રણીતે ઉપરાંત સાઇના નેહવાલે પણ ઈજાને કારણે બૅકઆઉટ કર્યું હતું. પી.વી. સિન્ધુ અમેરિકાની બૈવાન ઝૅન્ગ સામે ૭-૨૧, ૨૪-૨૨, ૧૫-૨૧થી હારી જતાં ટુર્નામેન્ટમાંથી બહાર થઈ હતી. જોકે કશ્યપ મેન્સ સિંગલ ગેમમાં ચાઇનીઝ તૈપાઈ પ્લેયર લુ ચીયા હુંગને ૨૧-૧૬, ૨૧-૧૬થી માત આપીને આગળના રાઉન્ડમાં પ્રવેશ્યો હતો. 

badminton news parupalli kashyap saina nehwal pv sindhu