પીવી સિન્ધુ ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં જાપાનની યામાગુચી સામે હારી

24 July, 2019 03:45 PM IST  |  Mumbai

પીવી સિન્ધુ ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં જાપાનની યામાગુચી સામે હારી

પી.વી. સિન્ધુ

Mumbai : ભારતની મહિલા બેડમિન્ટન સ્ટાર પીવી સિન્ધુનો ઇન્ડોનેશિયા ઓપન 2019ની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. મહત્વનું છે કે આ ચાલુ વર્ષે ભારતીય બેડમિન્ટનને કોઇ ખાસ મોટી જીત નથી મળી. રવિવારે રમાયેલા મહિલા સિંગલ્સ ફાઇનલ મેચમાં જાપાનની અકાને યામાગુચીએ 21-15, 21-16થી મેચ જીત્યો હતો.


પીવી સિન્ધુએ શરૂઆત સારી કરી
પીવી સિન્ધુ અને જાપાનની અકાને યામાગુચી વચ્ચે મેચ 51 મિનિટ સુધી ચાલી રહી. આમ પીવી સિંધુને અંતે સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. પહેલી ગેમમાં સિંધુની શરૂઆત દમદાર રહી હતી અને એક સમયે સ્કોર 8-8ની બરાબરી પર હતો. ત્યાર બાદ સિંધુએ 11-8થી લીડ મેળવી લીધી હતી.


આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

વર્લ્ડ કપ નંબર 4 યામાગુચીએ શાનદાર કમબેક કરી પીવી સિન્ધુને એક પણ તક ન આપી
જોકે વર્લ્ડ નંબર 4 જાપાનની ખેલાડી અકાને યામાગુચીએ શાનદાર પ્રદર્શન કરતા મેચમાં કમબેક કરીને સિંધુને કોઇ મોકો ન આપ્યો અને ગેમ 21-15થી જીતી લીધી. બીજી ગેમમાં પણ સિંધુએ યામાગુચીને ટક્કર આપી પણ જીત ન મળી. સેમીફાઇનલમાં સિંધુએ શાનદાર દેખાવ કરીને વર્લ્ડ નંબર 3, ચીનની ચેન યુફેઇને 21-19 અને 21-10 થી હરાવી હતી. સિંધુએ આ મેચ 46 મિનિટમાં જીતી લીધો હતો.



આ પહેલા સેમી ફાઇનલમાં પીવી સિન્ધુએ ચીનની ચેન યુ ફેઇને માત આપી હતી
આ પહેલા પીવી સિન્ધુએ સેમી ફાઇનલમાં શનિવારે ચીનની ચેન યૂ ફેઈને માત આપી હત. આશરે 46 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં સિંધુ અને ચેન યૂ ફેઈ વચ્ચે પહેલા રાઉન્ડમાં ભારે રસાકસી જોવા મળી હતી જ્યારે બીજો રાઉન્ડ આસાની થી સિંધુએ પોતાના નામે કર્યો હતો. સિંધુએ ચેન યૂ ફેઈને 21-19, 21-10થી માત આપી હતી. ચેન યૂ ફેઈ હાલ રેન્કિંગમાં પી. વી. સિંધુ કરતા આગળ ત્રીજુ સ્થાન ધરાવે છે.

badminton news sports news pv sindhu