પી.વી.સિંધુનું આ ટ્વીટ શા માટે થઈ રહ્યું છે વાયરલ?

02 November, 2020 09:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પી.વી.સિંધુનું આ ટ્વીટ શા માટે થઈ રહ્યું છે વાયરલ?

ફાઈલ ફોટો

ભારતીય બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુએ સોમવારે પોતાના એક ટ્વીટથી સૌને ચોંકાવી દીધા છે. પહેલાં તો તેણે મોટા અક્ષરોમાં લખ્યું- 'I RETIRE'.

ખેલાડીની આ પોસ્ટ જોઈને લોકો માનવા લાગ્યા કે તેણે સ્પોર્ટ્સમાંથી રિટાયરમેન્ટ લીધી છે, પરંતુ તેના ટ્વીટમાં વધુ એક પેજ હતું, જેના પર તેણે લખ્યું હતું કે નેગેટિવિટી, થાક, ડર અને અનિશ્ચિતતાથી રિટાયરમેન્ટ લઈ રહી છે, ન કે ખેલક્ષેત્રથી.

સિંધુએ આ ટ્વીટ લોકોમાં કોરોના વાઇરસ પ્રત્યે જાગરુકતા વધે એવા હેતુથી કર્યું હતું. તેણે ટ્વીટમાં વધુમાં લખ્યું છે કે 'આ મહામારી મારી આંખો ખોલનારી રહી. હું વિરોધી સામે લડવા માટે ઘણી મહેનત કરી શકું છું. ભરપૂર તાકાતની સાથે છેલ્લો શોટ મારી શકું છું. મેં પહેલાં પણ આવું કર્યું છે, હું ભવિષ્યમાં પણ કરી શકું છું, પરંતુ નજરે ન પડતા આ વાઇરસને કઈ રીતે હરાવવો, જેને સમગ્ર વિશ્વને જકડી રાખ્યો છે. ઘરમાં જ રહીને મહિનાઓ વીતી ગયા અને દરેક વખતે બહાર નીકળવા માટે આપણે પોતે જ પોતાની જાતને સવાલ કરીએ છીએ. આ બધી જ વસ્તુઓનો અનુભવ કરીએ છીએ અને ઓનલાઈન હૃદયભંગ થતી એટલી વાતો વાંચી કે હું મારી પોતાની જાતને એટલા સવાલ કરવા લાગી છું કે આપણે ક્યાં જીવી રહ્યા છીએ. ડેન્માર્ક ઓપનમાં ભારતની આગેવાની નહીં કરવાની વાત અંતિમ સ્ટ્રો હતો.'

pv sindhu badminton news twitter sports news