પ્લેયરના ઘરમાં તેનાં માતા-પિતાનું ઘણું મહત્વ હોય છે : સિંધુ

06 May, 2020 11:29 AM IST  |  New Delhi | Agencies

પ્લેયરના ઘરમાં તેનાં માતા-પિતાનું ઘણું મહત્વ હોય છે : સિંધુ

પી. વી. સિંધુ

ભારતીય બૅડ્મિન્ટન પ્લેયર પી. વી. સિંધુનું કહેવું છે કે હાલના સમયમાં આપણે આપણા ભૂતપૂર્વ મહાન પ્લેયરોને કોચ તરીકે બોલાવીને નવા પ્લેયર તૈયાર કરાવી શકીએ છીએ. સિંધુનું કહેવું છે કે ‘જો આ વૈશ્વિક મહામારી હજી પણ રહેશે તો આપણે ઇન્ટરનૅશનલ કોચને બોલાવી નહીં શકીએ. એવામાં આપણે આપણા દેશના ઇન્ટરનૅશનલ લેવલના પ્લેયરોને કોચ તરીકે બોલાવવા જોઈએ. આજના યુવાઓ પાસે ઍડ્મિનિસ્ટ્રેશન બનવાની સારી તક પણ છે. તેઓ સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના રીજનલ સેન્ટરમાં જઈને એ વિશે વધારે માહિતી પણ મેળવી શકે છે. નવા યુવા પ્લેયર સાથે ઓળખાણ વધારીને તેમનાં માતા-પિતા સાથે સંપર્ક વધારી શકે છે. પ્લેયરના ઘરમાં તેનાં માતા-પિતાનું ઘણું મહત્વ હોય છે. રિયો ઑલિમ્પિક્સ વખતે હું ઍકૅડેમીમાં શિફ્ટ થઈ હતી. એ વખતે મારી સંભાળ રાખવા માટે મારી મમ્મીએ તેની નોકરી છોડી દીધી હતી અને અને પપ્પાએ બે વર્ષનો બ્રેક લીધો હતો. ૨૦૧૫માં મને ઇન્જરી થયા બાદ તેઓ મારી વધારે સાર-સંભાળ લેવા માંડ્યા હતાં.’

pv sindhu badminton news sports news