30 August, 2025 06:56 AM IST | Paris | Gujarati Mid-day Correspondent
પી. વી. સિંધુ
બે વખતની ઑલિમ્પિક મેડલ વિજેતા પી. વી. સિંધુએ વિશ્વ નંબર-ટૂ ચીનની વાંગ ઝી યીને હરાવીને વર્લ્ડ ચૅમ્પિયનશિપની ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. વર્લ્ડ રૅન્કિંગમાં પંદરમો ક્રમ ધરાવતી સિંધુએ પ્રી-ક્વૉર્ટર ફાઇનલના ૪૮ મિનિટના જંગમાં ૨૧-૧૯, ૨૧-૧૫થી વિજય મેળવીને આ ટુર્નામેન્ટમાં ચીનના હરીફ પ્લેયર્સ સામે ક્યારેય ન હારીને ૮-૦થી રેકૉર્ડ આગળ વધાર્યો છે.
ધ્રુવ કપિલા અને તનીશા ક્રૅસ્ટોએ પણ પાંચમા ક્રમની હૉન્ગકૉન્ગની જોડીને ૬૩ મિનિટની રમતમાં ૧૯-૨૧, ૨૧-૧૨, ૨૧-૧૫થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેમના સિવાય ભારતને મેન્સ ડબલ્સમાં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીથી પણ સારા પ્રદર્શનની આશા છે.
બુધવારે મેન્સ સિંગલ્સમાં ભારતના એચ. એસ. પ્રણોય સામે વર્લ્ડ નંબર-ટૂ ડેનમાર્કના ઍન્ડર્સ ઍન્ટોનસેનને બીજા રાઉન્ડમાં ૨૧-૭, ૧૭-૨૧, ૨૩-૨૧થી જીત મળતાં ભારતને મોટી નિરાશા મળી. મિક્સ્ડ ડબલ્સમાં રોહન કપૂર અને રુત્વિકા ગડ્ડેને પણ હૉન્ગકૉન્ગની જોડી સામે ૧૬-૨૧, ૧૧-૨૧થી નિરાશાજનક હાર મળી હતી.