પીવી સિન્ધુએ ઇન્ડોનેશિયા ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

24 July, 2019 03:46 PM IST  |  Indonesia

પીવી સિન્ધુએ ઇન્ડોનેશિયા ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

Indonesia : ભારતની મહિલા બેડમિન્ટન સ્ટાર પીવી સિન્ધુએ પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા ઇન્ડોનેશિયા ઓપનમાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પીવી સિન્ધુએ 21-14, 17-21 અને 21-11 થી ડેનમાર્કની મિઆ બ્લિશફેડને માત આપી હતી. આ મેચ 1 કલાક 2 મીનીટ સુધી ચાલી હતી. આ પહેલા પીવી સિન્ધુએ ડેનમાર્કની મિઆ બ્લિશફેડને ઇન્ડિયન ઓપન અને સિંગાપોર ઓપનમાં પણ હરાવી ચુકી છે.


બંને ખેલાડીઓએ શરૂઆત મજબુત કરી હતી
ડેનમાર્કની મિઆ બ્લિશફેડે પહેલા રાઉન્ડમાં પીવી સિન્ધુને મજબુત ટક્કર આપી હતી. એક સમયે સ્કોર 8-8ની બરોબરી પર હતો. જોકે તે પછી સિંધુએ મેચમાં પોતાની પકડ જમાવી હતી. તેણે પહેલી ગેમ 21-14થી પોતાના નામે કરી હતી. બીજી ગેમમાં ડેનમાર્કની મિઆએ વાપસી કરતા 21-17થી મેચ જીતી હતી. છેલ્લી ગેમમાં સિંધુએ મિઆને કોઈ તક ન આપતા 21-11ના માર્જિનથી ગેમ જીતીને મેચ પોતાના નામે કરી હતી. ક્વાર્ટફાઇનલમાં તેનો મુકાબલો જાપાનની નોઝોમી ઓકોહારા સામે થશે. બંને 2017ની વર્લ્ડ ચેમ્પિયનશીપ પછી 14 મેચ રમ્યા છે અને 7-7 મેચ જીત્યા છે.


આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

ડબલ્સમાં ભારતના સાઇરાજ અને ચિરાગ શેટ્ટી હારતા પડકાર પુરો
ડબલ્સમાં ભારતની છેલ્લી આશા સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી બીજા રાઉન્ડમાં ટૂર્નામેન્ટની બહાર થઇ ગઈ છે. ઇન્ડોનેશિયાની જોડીએ તેમને માત્ર 28 મિનિટમાં 21-15, 21-14થી હરાવ્યા હતા. આ પહેલા પીવી સિન્ધુ ચાલુ વર્ષના પોતાના પહેલા ટાઇટલ જીતવાના ઇરાદા સાથે ઓહોરોની 11-21, 21-15, 21-15થી હાર આપી હતી.

badminton news pv sindhu