PV Sindhu સતત ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કર્યો

24 August, 2019 04:08 PM IST  |  Mumbai

PV Sindhu સતત ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કર્યો

પીવી સિન્ધુ (PC : BWF Media)

Mumbai : ભારતીય બેડમિન્ટન મહિલા ખેલાડી પીવી સિન્ધુએ શાનદાર પ્રદર્શન કરતા વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019 માં ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. પીવી સિન્ધુ ઇતિહાસ રચવાથી હવે માત્ર એક જીત દુર છે. આ જીત સાથે PV Sindhu BWF World Championship ની ફાઇનલમાં ત્રીજીવાર પહોંચી છે. શનિવારે રમાયેલી સેમી ફાઇનલ મેચમાં પીવી સિન્ધુએ ચીનની ચેન યુ ફેઈને માત્ર બે સેટમાં માત આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.


પીવી સિન્ધુએ 21-7 અને 21-14 એમ બે સેટમાં જ મેચ જીતી ફાઇનલમાં પ્રવેશ કર્યો
વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019ની સેમી ફાઇનલ મેચમાં પીવી સિન્ધુએ શરૂઆતથી જ હરીફ ખેલાડી પર પ્રભાવ પાડવાનું શરૂ કરી દીધું હતું. સિન્ધુએ 21-7 અને 21-14 એમ માત્ર બે સેટમાં જ ચીનની ચેન યુ ફેઈને માત આપી દીધી હતી. આ પહેલા પીવી સિન્ધુએ વર્ષ 2017 અને 2018માં પણ આ ટુર્નામેન્ટમાં ફાઇનલ સુધી પહોંચી હતી. પણ ઇતિહાસ રચી શકી ન હતી અને સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડ્યો હતો. તો આ પહેલા વર્ષ 2013 અને 2014માં તેને કાંસ્ય પદકથી સંતોષ માનવો પડ્યો હતો.



એક તરફી મેચમાં પીવી સિન્ધુએ માત્ર 39 મિનિટમાં મેચ પોતાના નામે કરી
વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019ની મહિલા સેમી ફાઇનલ મેચની વાત કરીએ તો પીવી સિન્ધુએ શાનદાર પ્રદર્શન કરતા મેચ માત્ર 39 મિનિટમાં જ પુરી કરી લીધી હતી. મેચમા શરૂઆતથી જ પીવી સિન્ધુ આક્રમક મુડમાં જોવા મળી હતી. પુરી મેચ એક તરફી રહી હતી.


આ પણ જુઓ : Sanjana Ganesan: જુઓ એન્જિનિયરમાંથી સ્પોર્ટ્સ એન્કર બનેલી ગ્લેમર ગર્લના ફોટોસ

પીવી સિન્ધુએ ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડની બીજા નંબરની તાઈ જુને હરાવી અપસેટ સર્જ્યો હતો
આ પહેલા પીવી સિન્ધુએ ક્વાર્ટર ફાઇનલ મેચમાં વર્લ્ડની બીજા ક્રમાંકીત ચીનની તાઈ જુ યિંગને માત આપીને અપસેટ સર્જ્યો હતો. તેણે 12-21, 23-21 અને 21-19 થી તાઈ જુ યિંગને માત આપીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને ભારત માટે મેડલ પાક્કો કર્યો હતો. જ્યારે બીજી તરફ ભારતના પુરૂષ ખેલાડી સાઈ પ્રણીત પણ સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે અને ભારત માટે બીજો મેડલ ફાઇનલ કરી લીધો છે.

badminton news world badminton championships pv sindhu