વર્લ્ડ ચેમ્પિયનશિપ: સિન્ધુ અને પ્રણીત સેમી.માં, ભારતના 2 મેડલ પાક્કા

24 August, 2019 11:50 AM IST  |  Mumbai

વર્લ્ડ ચેમ્પિયનશિપ: સિન્ધુ અને પ્રણીત સેમી.માં, ભારતના 2 મેડલ પાક્કા

પીવી સિન્ધુ (PC : BWF Media)

Mumbai : ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિન્ધુ અને સાઈ પ્રણીત વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આમ બંને ખેલાડીઓએ ભારત માટે બે મેડલ પાક્કા કર્યા છે. પીવી સિન્ધુએ ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની બીજી ક્રમાંકીત ચીની તાઈપેની તાઇ જુ યિંગને માત આપી અપસેટ સર્જ્યો હતો. જ્યારે પુરૂષ સિંગલ્સમાં ભારતના સાઈ પ્રણીતે ઇન્ડોનેશિયાના જોનાથ ક્રિસ્ટિને માત આપીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી 36 વર્ષ બાદ રેકોર્ડ નોંધાવ્યો હતો.



પીવી સિન્ધુનો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પાંચમો મેડલ પાક્કો
વર્લ્ડની બીજી ક્રમાંકીત મહિલા ખેલાડી ચીનની તાઈ જુ યિંગને ભારતની પીવી સિન્ધુએ મજબુત ટક્કર આપી હતી. પીવી સિન્ધુએ 12-21, 23-21 અને 21-19 થી માત આપીને અપસેટ સર્જ્યો હતો. આ જીત સાથે પીવી સિન્ધુએ સેમી ફાઇનલમાં પ્રવેશ કરી ભારત માટે મેડલ પાક્કો કર્યો હતો. આમ પીવી સિન્ધુનો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પાંચમો અને સતત ત્રીજો મેડલ હશે. પીવી સિન્ધુ આ ટુર્નામેન્ટમા અત્યાર સુધી બે સિલ્વર, બે કાંસ્ય પદક જીતી ચુકી છે.

આ પણ જુઓ : Sanjana Ganesan: જુઓ એન્જિનિયરમાંથી સ્પોર્ટ્સ એન્કર બનેલી ગ્લેમર ગર્લના ફોટોસ

36 વર્ષમાં ટુર્નામેન્ટમાં પહેલો ભારતીય પુરૂષ ખેલાડી સેમી ફાઇનલમાં પહોંચ્યો
ભારતનો બેડમિન્ટન સ્ટાર સાઈ પ્રણીત પોતાનો શાનદાર પ્રદર્શન કરતા વર્લ્ડ ચેમ્પિયશિપમાં ક્રિસ્ટીને 24-22 અને 21-14થી માત આપી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે પ્રણીતે પણ ભારત માટે બીજો મેટલ પાક્કો કર્યો છે. જોકે પ્રણીત સેમી ફાઇનલમાં પહોંચતાની સાથે જ ઇતિહાસ રચ્યો હતો. આ ટુર્નામેન્ટમાં 36 વર્ષ બાદ કોઇ ભારતીય પુરૂષ ખેલાડીએ સેમી ફાઇનલમાં જગ્યા બનાવી હતી.


આ પહેલા દિગ્ગજ પ્રકાશ પાદુકોણ (અભિનેત્રી દીપિકા પાદુકોણના પિતા) વર્ષ 1983ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

badminton news pv sindhu