બ્રાઝિલના દિગ્ગજ ફુટબૉલર નેમાર કોરોના પૉઝિટિવ

03 September, 2020 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બ્રાઝિલના દિગ્ગજ ફુટબૉલર નેમાર કોરોના પૉઝિટિવ

નેમાર (ફાઈલ તસવીર)

કોરોના વાયરસ (COVID-19)ને કારણે સમગ્ર દુનિયામાં ચિંતાનો મહોલ છે. બ્રાઝિલમાં આ મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા બહુ જ વધારે છે. ત્યારે બ્રાઝિલના સ્ટાર ફુટબોલ ખેલાડી કોરોનાની ચપેટમાં આવ્યા છે. બ્રાઝિલના દિગ્ગજ ફુટબૉલર નેમાર કોરોના પૉઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સુત્રોએ આ વાતની જાણ બુધવારે સમાચાર એજન્સી એએફપીને કરી હતી.

28 વર્ષિય બ્રાઝિલિયન ખેલાડી નેમાર બ્રાઝિલના દિગ્ગજ ફુટબૉલરમાંનો એક છે અને તે પેરિસ સેંટ જર્મન(પીએસજી)ના ફોરવર્ડ પ્લેયર પણ છે. તે કોરોના સંક્રમિત થતા ફૅન્સ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. નેમારની સાથે સાથે આર્જેન્ટીનાના સાથી ખેલાડીઓ એંજેલ ડિ મારિયા અને લિએંન્દ્રો પેરેડેસ પણ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. તાજેતરમાં જ નેમાર તેની ટીમને ચેમ્પિયન્સ લીગની ફાઈનલમાં હારથી બચાવી નહોતો શક્યો અને તેની આંખમાં આંસુ આવી ગયા હતાં.

સ્ટાર ખેલાડી નેમાર વિશ્વનો સૌથી મોંધો ફુટબોલ ખેલાડી છે. બાર્સિલોનામાં ચાર વર્ષ વિતાવ્યા બાદ વર્ષ 2017માં નેમારને 19.8 કરોડ ડોલરમાં ફ્રાન્સના ક્લબ પેરિસ સેંટ જર્મન(પીએસજી)માં સામેલ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, બ્રાઝિલમાં કોરોના વાયરસના 40,01,422 કેસ નોંધાયા છે. જેમાંથી 6,67,118 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 1,23,899 લોકો કોરોનાને લીધે મૃત્યુ પામ્યા છે.

coronavirus covid19 sports sports news football brazil neymar