02 August, 2026 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રવીણ ચિત્રવેલ અને સેલ્વા પ્રભુ તિરુમરન
કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના મેડલ-નંબર ૨૫ અને ૨૬ મેન્સ ટ્રિપલ જમ્પમાંથી આવ્યા હતા. ટ્રિપલ જમ્પર પ્રવીણ ચિત્રવેલે ૧૬.૫૮ મીટરના જમ્પ સાથે સિલ્વર મેડલ અને સેલ્વા પ્રભુ થિરુમારને ૧૬.૫૨ મીટરના જમ્પ સાથે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. જમૈકાનો ખેલાડી ૧૬.૭૨ મીટરના જમ્પ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પ્રવીણ ચિત્રવેલ અને સેલ્વા પ્રભુ થિરુમારન બન્ને તામિલનાડુના ખેડૂત પરિવારમાં જન્મ્યા હતા. પચીસ વર્ષનો પ્રવીણ ચિત્રવેલ ૨૦૨૨ની એશિયન ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ૨૦૨૩ અને ૨૦૨૫ની એશિયન ચૅમ્પિયનશિપમાં તેણે સિલ્વર મેડલ જીત્યા હતા.
૨૧ વર્ષના સેલ્વા પ્રભુ થિરુમારન માટે સિનિયર લેવલ પર આ સૌથી મોટો મેડલ છે. તે ૨૦૨૨માં વર્લ્ડ અન્ડર-20 ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી ચૂક્યો છે. આ રમતમાં ખેલાડી રન-અપ લઈને હોપ, સ્ટેપ અને જમ્પ એમ ત્રણ સતત મૂવમેન્ટ કરે છે.